Entertainment News : બોલિવૂડના સુપરસ્ટાર ગોવિંદા (Govinda) અને તેમની પત્ની સુનીતા આહુજા (Sunita Ahuja) છેલ્લા કેટલાક સમયથી તેમની પર્સનલ લાઈફને લઈને ભારે ચર્ચામાં છે. સુનીતા આહુજા દ્વારા ફેમિલી કોર્ટમાંથી છૂટાછેડાની અરજી પાછી ખેંચ્યા બાદ સોશિયલ મીડિયા અને મીડિયા વર્તુળોમાં ગોવિંદાના બીજા લગ્નને લઈને જાતજાતની અટકળો વહેતી થઈ હતી. જોકે, ગોવિંદાના મેનેજરે આ તમામ વાતોને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી છે.
હવે આ તમામ વિવાદો અને ખોટી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકવા માટે અભિનેતા ગોવિંદાએ અત્યંત કડક કાનૂની વલણ અપનાવ્યું છે. તેમણે ખોટા સમાચાર અને ડીપફેક કન્ટેન્ટ ફેલાવનારાઓ સામે એક જાહેર નોટિસ બહાર પાડીને 100 કરોડ રૂપિયાના વળતરની ચેતવણી આપી છે.

Govinda : AI, ડીપફેક અને ખોટી માહિતી સામે ગોવિંદાનો કાયદાકીય ચાબુક
ગોવિંદા દ્વારા જારી કરવામાં આવેલી જાહેર નોટિસ મુજબ, અભિનેતા કે તેમના પરિવાર વિશે કોઈપણ ચકાસણી વગરના અહેવાલો, બદનક્ષીભરી વાતો કે અંગત માહિતી શેર કરવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
AI અને મોર્ફિંગ વિરુદ્ધ કડક કાર્યવાહી
આ નોટિસમાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ડીપફેક વીડિયો, એડિટ કરેલા ઓડિયો રેકોર્ડિંગ્સ અને મોર્ફ કરેલી તસવીરોનો ઉપયોગ કરનારા કન્ટેન્ટ ક્રિએટર્સને આકરી ચેતવણી આપવામાં આવી છે.
100 કરોડ રૂપિયાના વળતરની જોગવાઈ
ભારતીય ન્યાય સંહિતા,2023 (BNS) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 (IT Act) ની કલમો હેઠળ સાયબર ક્રાઈમ અને બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવશે અને દોષિતો પાસે રૂ. 100 કરોડ સુધીનું હરજાનું વસૂલવામાં આવશે.
બીજા લગ્નની અફવાઓ ફગાવી
સુનીતા આહુજાના વાયરલ ઓડિયો અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદો વચ્ચે ગોવિંદાના લીગલ સેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બીજા લગ્નની વાતો સંપૂર્ણપણે અફવા છે. ગોવિંદાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને મીડિયા હાઉસિસને પોતાની બ્રાન્ડ વેલ્યુ કે અંગત જીવનનો દુરુપયોગ ન કરવા કડક આદેશ આપ્યો છે.
આ પણ વાંચો :‘તુમ્બાડ-2’ ના સેટ પર આલિયા ભટ્ટનો મનોરંજક અંદાજ: સોહમ શાહ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ!
આ પણ વાંચો :જેલવાસ બાદ શું થશે? ‘આશ્રમ 4’ માં બાબા નિરાલાની નવી કહાની, બોબી દેઓલના ફેન્સ માટે સૌથી મોટા ખુશખબર!
આ પણ વાંચો :તૃષા કૃષ્ણન અને થલાપતિ વિજય વચ્ચેના સંબંધોની ચર્ચા વચ્ચે સંજના ગલરાની આવી સમર્થનમાં
