Lifestyle/ તમારા નખ દર્શાવે છે શરીરની છુપાયેલી બીમારીઓનું રહસ્ય..! રંગ અને બનાવટથી કરો પરખ…!

આપણા હાથના નખ (Nails) કેવળ સુંદરતા જ વધારતા નથી પરંતુ તમારા સ્વાસ્થ્યના રહસ્યો પણ છતા કરે છે! નખનો રંગ, એની રચના અને આકાર તમારા સ્વાસ્થ્ય અંગેના…

Trending Health & Fitness Lifestyle
Nails, સ્વાસ્થ્ય, લીવર સમસ્યા, નખના સફાદ ધબ્બા, પીળા નખ

Lifestyle: જો તમે ઘરે બેઠા તમારા શરીરની અંદરની સ્થિતિ વિશે ચેક કરવા માગતા હો તો નખ (Nails) એમાં અવશ્ય સહાયતા કરશે. આ લેખમાં નખના રંગ અને બનાવટ પરથી હૅલ્થ કન્ડિશન (Health Condition) કઇ રીતે જાણી શકાય એની વાત કરીશું….

આપણા હાથના નખ કેવળ સુંદરતા (Beauty) જ વધારતા નથી પરંતુ તમારા સ્વાસ્થ્યના રહસ્યો પણ છતા કરે છે! આ વાત સાંભળવામાં તમને ચોક્કસ અજીબ લાગશે પરંતુ આમાં તથ્ય છે. તમે ઘરે બેઠા જ તમારા નખને જોઇને અંદાજ લગાવી શકો છો કે, તમારા શરીરની સ્થિતિ શું છે!

નખ જોઇને જાણો હૅલ્થ કન્ડિશન (Health Condition by looking at Nails)

શું તમને ખબર છે કે, નખનો રંગ, એની રચના અને આકાર વગેરે તમારા સ્વાસ્થ્ય અંગેના મહત્વપૂર્ણ સંકેતો છે? જો તમને આ વિશે કોઇ જ માહિતી નથી તો તમને આ વિભિન્ન સંકેતો વિશે જણાવીશું જેથી તમે તમારા શરીરની ભીતરની વ્યવસ્થા સુચારુ છે કે કેમ એ જાણી શકો અને સમયસર નિષ્ણાત તબીબની સલાહ લઇ શકો.

Nails, સ્વાસ્થ્ય, લીવર સમસ્યા, નખના સફાદ ધબ્બા, પીળા નખ

નખનો રંગ (Color of Nails)

નખનો રંગ આપણા શરીરની આંતરિક સ્થિતિનો દ્યોતક છે. જો નખ પીળા દેખાય તો એ મોટાભાગે વિટામિન અથવા મિનરલ (Vitamins or Minerals)ની ઉણપને દર્શાવે છે. ક્યારેક-ક્યારેક વધારે ધુમ્રપાન, ફંગલ ઇન્ફેક્શન અથવા તો લીવરની સમસ્યા (Smoking, Fungal Infection, Liver Problem) તરફ પણ એ ઇશારો કરે છે.

Nails, સ્વાસ્થ્ય, લીવર સમસ્યા, નખના સફાદ ધબ્બા, પીળા નખ

નખ પરના સફેદ ધબ્બા મોટાભાગે શરીરમાં ઝીંકની કમીને દર્શાવે છે જ્યારે, નખનો નીલો રંગ હોય તો એ ઑક્સિજનની ઉણપ અથવા તો ફેફસાની સમસ્યા હોઇ શકે એ તરફ ઇશારો કરે છે.

નખની રચના અને જાડાઇ (Texture of Nails)

નખ જો ઘણા જ નરમ હોય અથવા તો બહુ જ જાડા હોય તો એ કોઇ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઇ શકે છે. નરમ અથવા તો જલદી તૂટી જનારા નખ એનિમિયા અથવા લો બ્લડ સેલ્સની તરફ ઇશારો કરે છે. ઘણા જ જાડા અથવા તો ઉપસેલા નખ થાયરોઇડ કે ફંગલ ઇન્ફેક્શન હોઇ શકે એવી સંભાવના દર્શાવે છે.

Nails, સ્વાસ્થ્ય, લીવર સમસ્યા, નખના સફાદ ધબ્બા, પીળા નખ

નખનો આકાર (Shape of Nails)

નખનો આકાર અને વળાંક જોઇને સ્વાસ્થ્યની જાણકારી મળી શકે છે. જો સામાન્ય આકારથી અલગ રીતે નખ વૃદ્ધિ પામતા હોય અથવા તો નીલા કે ઘેરા રંગના હોય તો એ હૃદયરોગ અથવા તો ફેફસાની નબળાઇ હોવા તરફ ઇશારો કરે છે.

Nails, સ્વાસ્થ્ય, લીવર સમસ્યા, નખના સફાદ ધબ્બા, પીળા નખ

ક્યારે ડૉક્ટરને મળવું?

જો અચાનક નખમાં પરિવર્તન જણાય, પીડા કે સોજા જેવા લક્ષણો દેખાય અથવા તો એ સતત તૂટતા જણાય, કે પછી રંગ બદલાતો જણાય તો તબીબ (Doctor)ની સલાહ અવશ્ય લેવી. સમયસર તપાસ કરાવવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણોની અવગણના કરવી પડી શકે છે ભારે! સત્વરે પારખીને જીવ બચાવી લો

આ પણ વાંચો: નખ પર કાળી લાઈન દેખાવાનો શો અર્થ? આ છે વિટામિનની ઉણપથી થતી એક બીમારી કે કેન્સરના લક્ષણો..!