Entertainment News :દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર અને તમિલનાડુના રાજકારણમાં સક્રિય થયેલા થલાપતિ વિજય (Thalapathy Vijay) અને અભિનેત્રી તૃષા કૃષ્ણન (Trisha Krishnan)ના અંગત સંબંધોને લઈને મીડિયા અને સોશિયલ મીડિયા પર ફરી એકવાર વિવાદ ઘેરો બન્યો છે.
15 ઓગસ્ટના રોજ ચેન્નાઈ ખાતે આયોજિત સ્વતંત્રતા દિવસના સરકારી કાર્યક્રમમાં તૃષાની હાજરી બાદ સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રોલિંગ સામે હવે સાઉથની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ ફેમ સંજના ગલરાની (Sanjjanaa Galrani) મેદાનમાં આવી છે અને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

Sanjjanaa Galrani : તૃષા કૃષ્ણનના સમર્થનમાં સંજના ગલરાનીનો ટ્રોલર્સ પર પ્રહાર
અભિનેત્રી સંજના ગલરાનીએ ટ્રોલ કરનારાઓની ઝાટકણી કાઢતા સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈપણ મહિલાને આ રીતે નિશાન બનાવવી તદ્દન અયોગ્ય છે.સંજનાએ જણાવ્યું કે, “જો તમારામાં હિંમત હોય તો થલાપતિ વિજય વિરુદ્ધ વ્યવસાયિક રીતે વાત કરો. તેમના શાસન, નિર્ણયો અને રાજકીય કામગીરી પર સવાલ ઉઠાવો. પરંતુ એક સફળ મહિલાને વચ્ચે લાવીને તેને ટ્રોલ કરવી ખૂબ જ દુઃખદ છે.”
તેણે ઉમેર્યું કે તૃષા એક સફળ અને સ્વનિર્ભર અભિનેત્રી છે. તે બંને વચ્ચે મિત્રતા છે, પતિ-પત્નીનો સંબંધ છે કે પ્રેમી-પ્રેમિકા છે — તે તેમનો અંગત મામલો છે. પસંદગીના આધારે કોઈ મહિલાના સન્માનને ક્ષતિ પહોંચાડવી યોગ્ય નથી.
સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ અને ટ્રોલિંગનું મુખ્ય કારણ
સ્વતંત્રતા દિવસના પ્રસંગે ચેન્નાઈના ફોર્ટ સેન્ટ જ્યોર્જ ખાતે આયોજિત કાર્યક્રમમાં થલાપતિ વિજયે તિરંગો ફરકાવ્યો હતો.આ કાર્યક્રમમાં તૃષા કૃષ્ણન પણ ખાસ ઉપસ્થિત રહી હતી અને તે વિજયના માતા-પિતા સાથે બેઠેલી જોવા મળી હતી.વિજય અને તેમની પત્ની સંગીતા સોરનાલિંગમ વચ્ચે લગ્નેતર સંબંધોના આરોપો બાદ 27 વર્ષ જૂના લગ્નજીવનમાં તિરાડ પડી હતી. જોકે, તાજેતરમાં સંગીતાએ કોર્ટમાંથી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. વિજયના પરિવાર સાથે તૃષાની આવી નિકટતા જોઈને ટ્રોલર્સે તેને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું.
આઈકોનિક ઓન-સ્ક્રીન જોડી
થલાપતિ વિજય અને તૃષા કૃષ્ણનની જોડી દક્ષિણ ભારતની સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક માનવામાં આવે છે. બંનેએ સાથે મળીને કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.
આ પણ વાંચો :ગ્રાહક ડેટા ગોપનીયતા ભંગ બદલ યુરોપમાં ડીપીએ ની મોટી કાર્યવાહી: ઉબેર (Uber) પર 7700 કરોડથી વધુનો દંડ
આ પણ વાંચો :સ્પીડ અને દમદાર પિકઅપના શોખીનો માટે ખુશખબર;10 લાખની અંદર આવતી આ 5 બેસ્ટ ટર્બો-પેટ્રોલ કાર્સ!
આ પણ વાંચો :અમદાવાદની કંપનીનો મોટો ધડાકો: રૂ. 1.25 લાખમાં લોન્ચ થઈ સુપર સ્માર્ટ ઇલેક્ટ્રિક બાઇક
