Tech News/ અમદાવાદની કંપનીનો મોટો ધડાકો: રૂ. 1.25 લાખમાં લોન્ચ થઈ સુપર સ્માર્ટ ઇલેક્ટ્રિક બાઇક

અમદાવાદની Avore Electric એ ભારતીય માર્કેટમાં પોતાની નવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ (Electric Bike) EX લોન્ચ કરી છે. રૂ. 1.25 લાખની શરૂઆતી કિંમત ધરાવતી આ બાઇક 260 KM ની રેન્જ, 4 કલાકમાં ફુલ ચાર્જિંગ અને 5 વર્ષની બેટરી વારંટી સાથે આવે છે.

Tech & Auto
Electric Bike Karai Launch

Tech & Auto News : ગુજરાતના અમદાવાદ સ્થિત ઓટો ઓટોમોબાઇલ કંપની Avore Electric એ ભારતીય ટુ-વ્હીલર (Electric Bike)બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરતી વખતે પોતાની નવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ‘EX’ લોન્ચ કરી દીધી છે. રૂ. 1.25 લાખની પ્રારંભિક કિંમતે માર્કેટમાં ઉતારેલી આ બાઇક સિંગલ ચાર્જમાં 260 કિમી સુધીની લાંબી રેન્જ, AI સ્માર્ટ ફીચર્સ અને ઝડપી ચાર્જિંગ ક્ષમતા સાથે રજૂ કરવામાં આવી છે.

પ્રીમિયમ લુક અને કમ્પ્લીટ સ્માર્ટ ટેકનોલોજી (Smart Technology)સાથે આવેલી આ ઇલેક્ટ્રિક બાઇક તે તમામ ગ્રાહકો માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે, જેઓ દૈનિક વપરાશ માટે કિંમતમાં સસ્તી પણ રેન્જમાં સુપરફાસ્ટ બાઇક શોધી રહ્યા છે.

Electric Bike : ત્રણ વેરિયન્ટ્સ અને માત્ર રૂ. 799 માં બુકિંગની સુવિધા

Avore Electric એ ગ્રાહકોની જરૂરિયાત મુજબ આ શ્રેણીમાં ત્રણ અલગ-અલગ વેરિયન્ટ્સ – EX 2S, EX 2  અને EX 1 રજૂ કર્યા છે. આ મોટરસાઇકલ ખરીદવા ઈચ્છુક ગ્રાહકો માત્ર રૂ. 799 નો નજીવો બુકિંગ ચાર્જ ચૂકવીને પોતાનું વાહન ઓનલાઈન કે ડીલરશિપ પરથી બુક કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, બુકિંગ કર્યાના અંદાજે બે મહિનાના ગાળામાં ગ્રાહકોને ડિલિવરી સોંપવાનું શરૂ કરી દેવાશે.

260 KM ની જબરદસ્ત રેન્જ અને 120 થી વધુ પેટન્ટ

રેન્જ અને પર્ફોર્મન્સની બાબતમાં top-tier વેરિયન્ટ EX 2S એકવાર ફુલ ચાર્જ થયા પછી 260 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે, તેમજ તેની ટોપ સ્પીડ 114 કિમી/કલાક છે. બીજી તરફ EX 2 વેરિયન્ટ 255 કિમીની રેન્જ આપે છે, જ્યારે એન્ટ્રી-લેવલ EX 1 વેરિયન્ટ સિંગલ ચાર્જમાં 160 કિલોમીટર સુધી દોડી શકે છે. કંપનીએ છેલ્લા 3 વર્ષના રિસર્ચ બાદ આ બાઇકની બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) અને ઓપરેટિંગ સિસ્ટમ માટે 120 થી વધુ પેટન્ટ્સ એપ્લાય કર્યા છે.

250 Nm નો પાવરફુલ ટોર્ક અને AI રાઇડર અસિસ્ટન્ટ

આ બાઇકમાં એડવાન્સ્ડ રેર-અર્થ ફ્રી પરમાનેન્ટ મેગ્નેટ સિંક્રોનસ (Permanent Magnet Synchronous)મોટરનો ઉપયોગ કરાયો છે, જે મોડેલના આધારે 7.5 kW થી 10.5 kW સુધીનો મહત્તમ પાવર જનરેટ કરે છે. આ સિવાય તમામ વેરિયન્ટ્સમાં 250 Nm નો પાવરફુલ પીક વ્હીલ ટોર્ક મળે છે. બાઇકમાં મેન્યુઅલ અને ઓટોમેટિક રાઇડિંગ મોડ્સ, ઇન-હાઉસ ઓપરેટિંગ સિસ્ટમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત રાઇડર અસિસ્ટન્ટ જેવા ફ્યુચરિસ્ટિક ફીચર્સ આપવામાં આવ્યા છે.

સુપરફાસ્ટ ચાર્જિંગ અને 5 વર્ષની બેટરી ગેરંટી

Avore EX બાઇકની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને સામાન્ય હોમ સોકેટથી પણ સરળતાથી ચાર્જ કરી શકાય છે. યોગ્ય ચાર્જરથી તેની બેટરી માત્ર 2 કલાકમાં 20% થી 80% સુધી ચાર્જ થઈ જાય છે, જ્યારે કમ્પ્લીટ 100% ચાર્જ થવામાં માત્ર 4 કલાકનો સમય લાગે છે. કંપની ભારતીય વાહનચાલકોને વર્લ્ડ-ક્લાસ ટેકનોલોજી આપવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે.

AIS સુરક્ષા ધોરણો અને 60,000 KM ની વારંવાર ગેરંટી

સુરક્ષા અને ગુણવત્તા બાબતે આ ઇલેક્ટ્રિક બાઇક ભારતીય સેફ્ટી પ્રોટોકોલ્સ AIS 156 અને AIS 038 ના તમામ પેરામીટર્સ પર ખરી ઉતરે છે. ગ્રાહકોના વિશ્વાસ અને માનસિક શાંતિ માટે કંપની દ્વારા બેટરી પર 5 વર્ષ અથવા 60,000 કિલોમીટર સુધીની ગેરંટી/વારંવાર પિરિયડ પ્રોવાઇડ કરવામાં આવે છે…


આ પણ વાંચો :AI ડીપફેક પર સરકારનો મોટો પ્રહાર! 36 કલાક નહીં, હવે માત્ર 3 કલાકમાં કન્ટેન્ટ હટાવવું પડશે

આ પણ વાંચો :ભારતમાં વૉટ્સએપ એકાઉન્ટ અચાનક બ્લોક; જાણો કંપનીએ શું આપી સ્પષ્ટતા

આ પણ વાંચો :ભારત સરકારનો Metaને સમન્સ! 5-6 ઓગસ્ટે ગ્લોબલ ટીમને દિલ્હી બોલાવી, અનેક મુદ્દે થશે પૂછપરછ