National News/ AI ડીપફેક પર સરકારનો મોટો પ્રહાર! 36 કલાક નહીં, હવે માત્ર 3 કલાકમાં કન્ટેન્ટ હટાવવું પડશે

AI Deepfake Rules: કેન્દ્ર સરકારે AI જનરેટેડ ડીપફેક કન્ટેન્ટ સામે નવા અને વધુ કડક નિયમો જાહેર કર્યા છે. હવે ગેરકાનૂની ડીપફેક કન્ટેન્ટ માત્ર 3 કલાકમાં હટાવવું ફરજિયાત રહેશે, જ્યારે સંવેદનશીલ ફરિયાદો પર 2 કલાકમાં કાર્યવાહી કરવી પડશે.

Top Stories India Tech & Auto
AI Deepfake Rules 3 કલાકમાં કન્ટેન્ટ નહીં હટાવો તો કાર્યવાહી

India News: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગ સાથે ડીપફેક વીડિયો, ઓડિયો અને ટેક્સ્ટનો ખોટો ઉપયોગ પણ ઝડપથી વધી રહ્યો છે. આ પડકારને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે AI જનરેટેડ ડીપફેક કન્ટેન્ટ સામે વધુ કડક નિયમો લાગુ કર્યા (AI Deepfake Rules) છે. નવા નિયમો હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

AI Deepfake Rules: હવે 36 નહીં, માત્ર 3 કલાકની સમયમર્યાદા

સરકારે નવા IT નિયમો હેઠળ સ્પષ્ટ કર્યું છે કે સરકાર અથવા કોર્ટના આદેશ બાદ કોઈપણ ગેરકાનૂની AI ડીપફેક કન્ટેન્ટને માત્ર 3 કલાકની અંદર હટાવવું પડશે. અગાઉ આ સમયમર્યાદા 36 કલાક હતી. નવા નિયમોનો હેતુ (AI Content Regulation) ખોટી માહિતી અને ભ્રામક કન્ટેન્ટના ઝડપી પ્રસારને રોકવાનો છે.

સંવેદનશીલ ડીપફેક પર 2 કલાકમાં કાર્યવાહી

ન્યૂડિટી, ઓળખની નકલ (Impersonation) અથવા અન્ય સંવેદનશીલ ડીપફેક કન્ટેન્ટ અંગે યુઝર ફરિયાદ કરે તો પ્લેટફોર્મ્સે 2 કલાકની અંદર કાર્યવાહી કરવી પડશે. અગાઉ આવી ફરિયાદોના નિકાલ માટે 24 કલાકનો સમય આપવામાં આવતો હતો.

AI કન્ટેન્ટ માટે લેબલિંગ ફરજિયાત

AI Deepfake Rules 3 કલાકમાં કન્ટેન્ટ નહીં હટાવો તો કાર્યવાહી

સરકારે AI દ્વારા બનાવાયેલા ઓડિયો, વીડિયો અને ટેક્સ્ટ માટે સ્પષ્ટ લેબલિંગ અને ટ્રેસ કરી શકાય તેવા મેટાડેટાને ફરજિયાત બનાવ્યા છે. આ પગલાથી યુઝર્સને ખબર પડશે કે કયો કન્ટેન્ટ AI દ્વારા બનાવવામાં આવ્યો છે અને કયો અસલી છે.

પ્લેટફોર્મ્સે ટેક્નોલોજીથી જ રોકવા પડશે ડીપફેક

નવા નિયમો મુજબ સોશિયલ મીડિયા કંપનીઓએ ડીપફેક અને અન્ય ગેરકાનૂની AI કન્ટેન્ટની ઓળખ કરવા માટે ઓટોમેટેડ ટેક્નોલોજી અને મોનિટરિંગ સિસ્ટમ્સ વિકસાવવી પડશે. માત્ર ફરિયાદની રાહ જોવાને બદલે હવે પ્લેટફોર્મ્સે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવો પડશે.

નિયમોનું પાલન નહીં થાય તો ‘સેફ હાર્બર’નો લાભ નહીં મળે

સરકારે ચેતવણી આપી છે કે નિયમોનું પાલન નહીં કરનારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સામે IT એક્ટ હેઠળ મળતી ‘Safe Harbour’ સુરક્ષા હટાવી શકાય છે. ત્યારબાદ કંપનીઓ સામે સીધી કાનૂની કાર્યવાહી અને દંડાત્મક પગલાં પણ લેવામાં આવી શકે છે.

વિશ્વભરમાં વધી રહી છે કડકાઈ

ભારત જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશો AI ડીપફેકના ખોટા ઉપયોગને લઈને ચિંતિત છે. તાજેતરમાં યુરોપિયન યુનિયને પણ AI જનરેટેડ કન્ટેન્ટ અને ડીપફેક સામે નિયમોને વધુ કડક બનાવ્યા છે. વધતી ટેક્નોલોજી સાથે ડિજિટલ સુરક્ષા અને વિશ્વસનીય માહિતી જાળવવા માટે સરકારો હવે વધુ સતર્ક બની રહી છે.


આ પણ વાંચો: ભારત સરકારનો Metaને સમન્સ! 5-6 ઓગસ્ટે ગ્લોબલ ટીમને દિલ્હી બોલાવી, અનેક મુદ્દે થશે પૂછપરછ

આ પણ વાંચો: ભારતમાં વૉટ્સએપ એકાઉન્ટ અચાનક બ્લોક; જાણો કંપનીએ શું આપી સ્પષ્ટતા

આ પણ વાંચો: WhatsApp યુઝર્સ માટે મહત્વના સમાચાર,અચાનક 24 કલાક માટે એકાઉન્ટ બંધ થતાં હજારો લોકો મુશ્કેલીમાં, મેટાએ આપી સ્પષ્ટતા