Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Tech News/ WhatsApp યુઝર્સ માટે મહત્વના સમાચાર,અચાનક 24 કલાક માટે એકાઉન્ટ બંધ થતાં હજારો લોકો મુશ્કેલીમાં, મેટાએ આપી સ્પષ્ટતા

વોટ્સએપ (WhatsApp) ગ્રાહકો માટે મહત્વના સમાચાર. ભારત સહિત અનેક દેશોમાં યુઝર્સના એકાઉન્ટ કોઈ પણ ચેતવણી વગર 24 કલાક માટે ‘અંડર રિવ્યૂ’ થઈ રહ્યા છે. જાણો મેટાએ આ અંગે શું સ્પષ્ટતા કરી.

August 4, 2026August 4, 2026Abhay Jam
Tech & Auto
WhatsApp users, beware.

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપના (WhatsApp )ગ્રાહકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અસંખ્ય યુઝર્સના એકાઉન્ટ કોઈ પણ પૂર્વ ચેતવણી (Warning)વગર અચાનક 24 કલાક માટે સસ્પેન્ડ કે “અંડર રિવ્યૂ” (Under Review) થઈ રહ્યા છે. જેના કારણે હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અચાનક ‘એકાઉન્ટ અંડર રિવ્યૂ’ નો મેસેજ અને સુવિધાઓ ઠપ્પ

અચાનક જ યુઝર્સ (Users)ને સ્ક્રીન પર એકાઉન્ટ (Account)રિવ્યૂમાં હોવાનો મેસેજ દેખાવા લાગે છે, જેના લીધે આખી સિસ્ટમ અટકી જાય છે . આ મેસેજ આવ્યા બાદ યુઝર્સ ચેટિંગ, વોઈસ કે વિડીયો કોલિંગ જેવી કોઈપણ સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી. ચોંકાવનારી વાત એ છે કે, જે લોકોએ કોઈ સ્પેમ મેસેજ મોકલ્યા નથી અથવા કોઈપણ પ્રકારની થર્ડ-પાર્ટી એપનો ઉપયોગ કર્યો નથી, તેઓ પણ આ ટેકનિકલ સમસ્યાનો ભોગ બની રહ્યા છે.

જો તમારું એકાઉન્ટ રિવ્યૂમાં જાય તો શું કરવું?

જો તમને પણ વોટ્સએપ પર આવો મેસેજ દેખાય, તો ગભરાવાને બદલે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

ઓફિશિયલ એપનો જ ઉપયોગ: હંમેશા ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરેલી ઓફિશિયલ વોટ્સએપ એપનો જ ઉપયોગ કરો. GB WhatsApp કે YoWhatsApp જેવી મોડિફાઈડ એપ્સ વાપરવાનું ટાળો.

રિવ્યૂ રિક્વેસ્ટ મોકલો: જો સ્ક્રીન પર ‘Request a Review’ નું બટન દેખાય, તો તેના પર ક્લિક કરીને તમારી વિનંતી સબમિટ કરો.

ધૈર્ય રાખો: ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થવામાં 24 કલાક સુધીનો સમય લાગી શકે છે, માટે રાહ જોવી જરૂરી છે.

મેટાએ કન્ફર્મ કરી સમસ્યા; ભૂલથી એકાઉન્ટ બ્લોક થયાની કબૂલાત

આ સમગ્ર મામલે વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા (Meta) નું અધિકૃત નિવેદન પણ સામે આવ્યું છે કંપનીના જણાવ્યા મુજબ, પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે તેમની ઓટોમેટેડ સિક્યોરિટી સિસ્ટમ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખે છે. મેટાએ સ્વીકાર્યું છે કે ઓટોમેશન સિસ્ટમની ભૂલને કારણે કેટલાક નિર્દોષ યુઝર્સના એકાઉન્ટ પણ બ્લોક થઈ ગયા છે. કંપનીએ આશ્વાસન આપ્યું છે કે જેમના એકાઉન્ટ ભૂલથી રિવ્યૂમાં ગયા છે, તેમના સેટિંગ્સ સુધારીને વહેલી તકે સેવાઓ પૂર્વવત કરી દેવામાં આવશે.


આ પણ વાંચો :TRAIની નવી MyCall એપ લોન્ચ: હવે કોલ પૂરો થતાં જ આપો રિયલ-ટાઇમ ફીડબેક, નેટવર્ક સુધારવામાં મળશે મદદ

આ પણ વાંચો :ગુજરાતમાં વાહન ટ્રાન્સફર અને NOC માટે આધાર લિંકિંગ ફરજિયાત: જાણો RTO ના નવા નિયમો અને ઓનલાઇન પ્રોસેસ

આ પણ વાંચો :મોબાઈલ નંબર વગર કરો વાત! જાણો વોટ્સએપના નવા ફીચરના ફાયદા

Post navigation

અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ટ્રમ્પનો નિર્ણય, પાકિસ્તાનની મધ્યસ્થી ફગાવી; કુવૈતમાં US બેઝ પર ડ્રોન હુમલાનો દાવો
ભારતમાં વૉટ્સએપ એકાઉન્ટ અચાનક બ્લોક; જાણો કંપનીએ શું આપી સ્પષ્ટતા

More Posts

Technology/ તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર રજીસ્ટર્ડ છે? આ રીતે જાણી શકો છો

October 2, 2021October 2, 2021padma prajay

Tech News/ સાવધાન ! ભારતમાં AI 3 નોકરીઓ પર ઘાત લગાવી બેઠું છે , આગામી 5 વર્ષમાં આ નોકરીઓ ખાઈ જશે

August 14, 2025August 14, 2025Panara Mansi
Government website blast! Cheaper goods than Flipkart-Amazon will be found here

Cheaper Online Marketplace/ સરકારી વેબસાઇટનો ધડાકો! Flipkart-Amazon કરતા સસ્તો સામાન મળશે અહિયાં

October 27, 2023khusbu pandya

Gadgets/ ભારતમાં આજે લોન્ચ થશે Xiaomi Mi QLED 4K TV, OnePlus ને આપશે ટક્કર

December 16, 2020December 16, 2020hardik shah

Technology/ માર્કેટમાં આવી ગયું છે પુસ્તક જેવું જ વાઈફાઈ સ્પીકર જે ડિજે જેવો જ અનુભવ કરાવી શકે છે

April 18, 2021April 18, 2021Hemangi jani

Not Set/ નવી નહી પણ જુની ગાડીઓ ખરીદવામાં લોકો બતાવી રહ્યા છે રૂચિ

May 20, 2019May 19, 2019hardik shah

સોશિયલ મીડિયા/ લોકોનો વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે, ગેરમાર્ગે દોરનારા સમાચારને કારણે  મુશ્કેલી વધી રહી છે 

August 5, 2021padma prajay

Not Set/ 35 લાખ રૂપિયા આપશે વ્હોટ્સએપ, કરવું પડશે આ કામ…

July 11, 2018July 10, 2018Jay Mehta
WhatsApp Call Record

Tech News/ તમારે પણ રેકોર્ડ કરવા છે WhatsApp કોલ્સ? આ સરળ સ્ટેપને કરો ફોલો

June 25, 2022Rahul Rathod

Technology/ પ્રથમ મેડ ઈન ઈન્ડિયા ઇલેક્ટ્રિક કાર તૈયાર, દેશની સડકો પર આટલી બધી ઝડપથી દોડશે

December 8, 2020December 8, 2020padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy