Tech News/ મોબાઈલ નંબર વગર કરો વાત! જાણો વોટ્સએપના નવા ફીચરના ફાયદા

WhatsApp નવું યુઝરનેમ ફીચર રજૂ કર્યું છે, જેનાથી તમે મોબાઈલ નંબર શેર કર્યા વગર ચેટ કરી શકશો. આ ફીચર અને તેની સુરક્ષા વિશે સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Trending Tech & Auto
WhatsApp

WhatsApp Username Feature Updates: વોટ્સએપ તેના યુઝર્સ માટે અત્યાર સુધીનું સૌથી મહત્વનું પ્રાઈવસી ફીચર રજૂ કરવા જઈ રહ્યું છે. હવે તમારે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરવા માટે તમારો પર્સનલ મોબાઈલ નંબર શેર કરવાની જરૂર નહીં રહે. કંપનીએ સત્તાવાર રીતે ‘યુઝરનેમ’ (Username) ફીચરની જાહેરાત કરી દીધી છે, જે ટૂંક સમયમાં તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

WhatsApp

કેવી રીતે કામ કરશે આ નવું ફીચર?

અત્યાર સુધી વોટ્સએપ પર કોન્ટેક્ટ કરવા માટે ફોન નંબર અનિવાર્ય હતો, પરંતુ આ નવા ફીચર પછી તમે એક ‘યુનિક યુઝરનેમ’ પસંદ કરી શકશો.

કોઈ પબ્લિક સર્ચ નહીં: વોટ્સએપે સ્પષ્ટ કર્યું છે કે આમાં કોઈ પબ્લિક ડાયરેક્ટરી કે સર્ચ લિસ્ટ નહીં હોય. એટલે કે, તમારું યુઝરનેમ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે સર્ચ કરી શકશે નહીં. કોઈએ તમને મેસેજ કરવો હોય તો તેને તમારું સાચું અને પૂરું યુઝરનેમ ખબર હોવું જરૂરી છે.

વધારાની સુરક્ષા માટે ‘Username Key’

માત્ર યુઝરનેમ જ નહીં, કંપની ‘Username Key’ નામનું વધુ એક સિક્યુરિટી ફીચર લાવી રહી છે. જો તમે આ કી ઓન (Key ON) કરો છો, તો કોઈપણ નવા વ્યક્તિને તમને મેસેજ કરવા માટે આ વધારાની સુરક્ષાની ચકાસણી કરવી પડશે. આનાથી સ્પામ મેસેજ અને અજાણ્યા લોકો તરફથી આવતી પરેશાનીમાં મોટો ઘટાડો થશે.

WhatsApp

ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવી ઓળખ

કન્ટેન્ટ ક્રિએટર્સ, બિઝનેસ અને સંસ્થાઓ માટે ખાસ સુવિધા આપવામાં આવી છે. જો તમે ઇચ્છો તો, તમારા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જે યુઝરનેમ છે, તે જ તમે વોટ્સએપ પર પણ ક્લેમ કરી શકશો. આનાથી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારી એક સમાન ડિજિટલ ઓળખ બની રહેશે.

WhatsApp

WhatsApp માં યુઝરનેમ કેવી રીતે રિઝર્વ કરવું?

જો તમારા ફોનમાં WhatsAppનું લેટેસ્ટ વર્ઝન છે, તો તમે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરી શકો છો:

Settings > Account > Username પર જાઓ.

અહીં તમે તમારું મનપસંદ યુઝરનેમ રિઝર્વ કરી શકો છો.

હાલમાં માત્ર રિઝર્વેશનની સુવિધા છે, જ્યારે ફીચર સંપૂર્ણપણે રોલઆઉટ થશે ત્યારે વોટ્સએપ તમને એપમાં જ નોટિફિકેશન મોકલશે.

આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે આશીર્વાદ સમાન છે જેઓ પોતાની પ્રાઈવસીને લઈને ખૂબ જાગૃત છે અને પોતાનો નંબર સુરક્ષિત રાખવા માંગે છે.


આ પણ વાંચો:WhatsApp પર કોઈએ બ્લોક કર્યા છે કે નહીં? ઓનલાઈન સ્ટેટસ જોયા વિના આ ટ્રિકથી જાણો

આ પણ વાંચો:ક્યારેક મહેંદીના કોન વેચનારા ગુજરાતી કુણાલ શાહ બન્યા WhatsAppના નવા CEO, જાણો તેમની સફર

આ પણ વાંચો:સાયબર ફ્રોડથી બચવા વોટ્સએપમાં કરો આ ફેરફાર, અજાણ્યા કોલ્સ આપમેળે થઈ જશે સાયલન્ટ