Honeymoon Travel Guide: લગ્ન એ દરેક વ્યક્તિના જીવનનો સૌથી ખાસ પ્રસંગ હોય છે. ડ્રેસ, જ્વેલરી અને મેકઅપ પછી સૌથી મહત્વનું કામ હોય છે – પરફેક્ટ હનીમૂન (Honeymoon) પ્લાનિંગ! લગ્ન પછીનો આ એવો સમય છે જ્યાં કપલ્સ એકબીજાને ઓળખે છે અને ક્વોલિટી ટાઈમ વિતાવે છે.
વર્ષ 2025 પૂરું થઈ ચૂક્યું છે. જો તમે 2026 માં લગ્ન કરી રહ્યા હોવ અને તમારું સપનું વિદેશમાં હનીમૂન (Honeymoon) મનાવવાનું હોય પણ બજેટ ઓછું હોય, તો ચિંતા કરશો નહીં. આજે અમે તમને દુનિયાના એવા 7 સુંદર દેશો વિશે જણાવીશું જ્યાં તમે ઓછા ખર્ચે શાહી હનીમૂન (Honeymoon) માણી શકશો.
1.થાઈલેન્ડ હનીમૂન (Thailand Honeymoon)
ભારતીય કપલ્સ માટે થાઈલેન્ડ હંમેશા નંબર વન ચોઈસ રહ્યું છે.
કેમ જવું?: તે જેટલું સુંદર છે, એટલું જ સસ્તું પણ છે. અહીંના દરિયાકિનારા અદભૂત છે.
શું કરવું?: તમે પાર્ટનર સાથે ક્રાબી, ફુકેટ અને કોહ લાંતા જેવા ટાપુઓની મુલાકાત લઈ શકો છો. અહીંનું સ્ટ્રીટ ફૂડ અને નાઈટ લાઈફ તમારા હનીમૂન (Honeymoon) ને રોમાંચક બનાવી દેશે.
2.નેપાળ (Nepal)
જો તમને પહાડો અને શાંતિ ગમતી હોય, તો ભારતનો પાડોશી દેશ નેપાળ બેસ્ટ ઓપ્શન છે.
કેમ જવું?: અહીં કુદરત મન મૂકીને વરસી છે. પાસપોર્ટ કે વિઝાની પણ મોટી ઝંઝટ નથી.
શું કરવું?: નેપાળની સુંદર ખીણોમાં તમે રોમેન્ટિક સમય વિતાવી શકો છો. જો અહીં જાઓ તો ‘પોખરા’ જવાનું ચૂકતા નહીં, ત્યાંનો નજારો સ્વર્ગ જેવો છે.
3.મોરેશિયસ (Mauritius)
જો તમને સાહસ અને દરિયો બંને ગમતા હોય તો મોરેશિયસ જાઓ.
કેમ જવું?: અહીંના બીચ દુનિયાભરમાં પ્રખ્યાત છે.
શું કરવું?: અહીં ‘લે મોર્ને બ્રાબન્ટ’ અને ‘સેવન કલર્ડ અર્થ’ (સાત રંગી જમીન) જોવાલાયક છે. પેમ્પલમૌસે બોટનિકલ ગાર્ડન પણ ખૂબ સુંદર છે. વોટર સ્પોર્ટ્સના શોખીન યુગલો માટે આ જગ્યા જન્નત છે.
સુંદર ખીણોમાં તમે રોમેન્ટિક સમય વિતાવી શકો છો. જો અહીં જાઓ તો ‘પોખરા’ જવાનું ચૂકતા નહીં, ત્યાંનો નજારો સ્વર્ગ જેવો છે.
4.મોરેશિયસ (Mauritius)
જો તમને સાહસ અને દરિયો બંને ગમતા હોય તો મોરેશિયસ જાઓ.
કેમ જવું?: અહીંના બીચ દુનિયાભરમાં પ્રખ્યાત છે.
શું કરવું?: અહીં ‘લે મોર્ને બ્રાબન્ટ’ અને ‘સેવન કલર્ડ અર્થ’ (સાત રંગી જમીન) જોવાલાયક છે. પેમ્પલમૌસે બોટનિકલ ગાર્ડન પણ ખૂબ સુંદર છે. વોટર સ્પોર્ટ્સના શોખીન યુગલો માટે આ જગ્યા જન્નત છે.
5.ઇન્ડોનેશિયા (Indonesia – Bali)
ઓછા બજેટમાં લક્ઝરી અનુભવ લેવો હોય તો ઇન્ડોનેશિયા શ્રેષ્ઠ છે.
કેમ જવું?: અહીં તમને શાંતિ, સંસ્કૃતિ અને સુંદરતા ત્રણેય મળશે.
શું કરવું?: અહીં ઘણા પ્રાચીન હિન્દુ મંદિરો આવેલા છે. બાલીના દરિયાકિનારે સૂર્યાસ્ત જોવો અને અહીંના સસ્તા વિલામાં રોકાવું એક યાદગાર અનુભવ બની રહેશે.
6.મલેશિયા (Malaysia)
મલેશિયા એશિયાનું એક છુપાયેલું રત્ન છે.
કેમ જવું?: ભારતીયો માટે અહીં વિઝાના નિયમો સરળ રહેતા હોય છે (ઘણીવાર 15 દિવસ માટે વિઝા ફ્રી એન્ટ્રી પણ મળે છે).
શું કરવું?: અહીં કુદરતી નજારાની સાથે મોર્ડન સિટી લાઈફ પણ જોવા મળે છે. કુઆલાલમ્પુર અને લંકાવી જેવા સ્થળો કપલ્સના ફેવરિટ છે.
7.માલદીવ્સ (Maldives)
સેલિબ્રિટીઝનું માનીતું સ્થળ એટલે માલદીવ્સ.
કેમ જવું?: અહીંના પાણી પર તરતા વિલા (Water Villas) અને કાચ જેવું ચોખ્ખું પાણી દુનિયામાં બીજે ક્યાંય નથી.
શું કરવું?: અહીં તમે રંગબેરંગી માછલીઓ સાથે સ્વિમિંગ કરી શકો છો. સાંજે દરિયાકિનારે પાર્ટનર સાથે કેન્ડલ લાઈટ ડિનર લેવું એ જીવનનો સૌથી રોમેન્ટિક અનુભવ હશે.
8.ટોક્યો – જાપાન (Tokyo)
જો તમને કંઈક હટકે જોઈતું હોય તો જાપાનના ટોક્યો શહેરની પસંદગી કરો.
કેમ જવું?: અહીં આધુનિક ટેકનોલોજી અને કુદરતી સુંદરતાનો અનોખો સંગમ છે.
શું કરવું?: જો તમે વસંત ઋતુમાં જાઓ તો અહીંના ‘ચેરી બ્લોસમ‘ (ગુલાબી ફૂલો) ના બગીચા જોઈને મન ખુશ થઈ જશે. Honeymoonમાં રાત્રે નિયોન લાઈટ્સથી ઝગમગતા રસ્તાઓ પર ફરવું એક અલગ જ લહાવો છે.
તો હવે રાહ કોની જુઓ છો? 2026 માં તમારા બજેટ અને પસંદગી મુજબ આમાંથી કોઈ પણ એક ડેસ્ટિનેશન પસંદ કરો અને તમારા હનીમૂનને (Honeymoon) યાદગાર બનાવો.
આ પણ વાંચો: ગોવા જઈને બીચ પર નથી બેસવું? તો આ 4 ‘છુપા સ્થળો’ની મુલાકાત લો, ભીડભાડથી દૂર મળશે ગજબની શાંતિ







