Sabarkantha News/ તલોદની હરસોલ પોસ્ટ ઓફિસમાં લાખોનું કૌભાંડ! બે કર્મચારીઓની ધરપકડ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં હરસોલ પોસ્ટ ઓફિસમાં ₹77 લાખની ઉચાપત (Fraud) સામે આવી. પોલીસે બે પોસ્ટ આસિસ્ટન્ટની ધરપકડ કરી છે.

Gujarat Top Stories Others
Fraud

Sabarkantha Post Office Fraud: સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની હરસોલ પોસ્ટ ઓફિસમાં લાખો રૂપિયાની ઉચાપતની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જે કર્મચારીઓ પર જનતાએ પોતાના પરસેવાની કમાણી વિશ્વાસથી મૂકી હતી, તે જ અધિકારીઓ અને કર્મચારીઓએ મળીને ₹77 લાખથી વધુની રકમ ચાંઉ (Fraud) કરી દીધી છે. આ મામલે તલોદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઓચિંતી તપાસમાં ખુલ્યું કૌભાંડ (Fraud)

પોસ્ટ વિભાગને હરસોલ પોસ્ટ ઓફિસના આર્થિક વ્યવહારોમાં શંકા જણાતા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે હિસાબમાં ₹77 લાખ કરતા વધુનો મોટો ખાડો જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પોસ્ટ ઓફિસના જ કર્મચારીઓ અને અધિકારીઓએ મિલીભગત કરીને આ રકમની ઉચાપત કરી છે.

બે કર્મચારીઓની ધરપકડ, અન્યની શોધખોળ

તલોદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધાતા ત્વરિત કાર્યવાહી કરી પોસ્ટ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા બે આરોપીઓની બાદ ધરપકડ કરી લીધી છે.  જ્યારે આ કૌભાંડમાં સામેલ અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે; બીજી તરફ પોસ્ટ વિભાગે પણ કડક વલણ અપનાવી આ ચારેય આરોપી કર્મચારી-અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

ગ્રાહકોમાં ચિંતાનો માહોલ

સરકારી સંસ્થામાં જ થયેલી આટલી મોટી ઉચાપતને પગલે સ્થાનિક લોકો અને પોસ્ટમાં બચત ખાતા ધરાવતા ગ્રાહકોમાં ચિંતા પ્રસરી છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ઉચાપતનો આંકડો હજુ વધી શકે છે કે કેમ અને કેટલા સમયથી આ ખેલ ચાલી રહ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દૂધ મંડળી કૌભાંડ, ₹53.53 લાખ ઉચાપત કેસમાં સેક્રેટરી અને ટેસ્ટરની ધરપકડ

આ પણ વાંચો: સાબરકાંઠામાં BZ સ્કેમમાં CIDએ હિંમતનગર, બાયડ અને પાલનપુરથી ત્રણ એજન્ટો ઝડપ્યા

આ પણ વાંચો: મહેસાણાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ડેરીમાં ફરજ બજાવતા ટેસ્ટરે કરી ઉચાપત