Not Set/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી/ પરીક્ષામાં ઓબ્ઝર્વર તરીકે નિવૃત્ત આર્મીમેનને મુકવાનો નિર્ણય કેટલો યોગ્ય…?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્ચમાં યોજનાર પરીક્ષામાં ઓબ્ઝર્વર તરીકે નિવૃત્ત આર્મીમેનને મુકવાનો નિર્ણય  યુનિવર્સિટી ના ઉપકુલપતિ દ્વારા લેવામાં આવ્યો હતો.  તો તેનો વિરોધ NSUIદ્વારા કરવામાં આવ્યો હતો. અને કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કરી આ નિર્ણય ફેરબદલી કરવા માંગણી કરી હતી. અને જો આગામી દિવસમાં યોગ્ય નહીં થાય તો ઉપકુલપતિના ઘરનો ઘેરાવ કરી ધરણા કરવામાં આવશે. NSUI દ્વારા આપવામાં […]

Gujarat Rajkot
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્ચમાં યોજનાર પરીક્ષામાં ઓબ્ઝર્વર તરીકે નિવૃત્ત આર્મીમેનને મુકવાનો નિર્ણય  યુનિવર્સિટી ના ઉપકુલપતિ દ્વારા લેવામાં આવ્યો હતો.  તો તેનો વિરોધ NSUIદ્વારા કરવામાં આવ્યો હતો. અને કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કરી આ નિર્ણય ફેરબદલી કરવા માંગણી કરી હતી. અને જો આગામી દિવસમાં યોગ્ય નહીં થાય તો ઉપકુલપતિના ઘરનો ઘેરાવ કરી ધરણા કરવામાં આવશે.
NSUI દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. NSUI અને યુથ કોંગ્રેસ ના કાર્યકરો એ જણાવ્યું કે અમે ભારતીય છીએ એનું અમને ગૌરવ છે.  અને ભારતીય આર્મીની અમે  માન અને સન્માનની દૃષ્ટિએ જોઇએ છીએ અને ભારત વર્ષમાં નાગરિક જો શાંતિથી રહી શકતો હોય તો એ પણ  ભારતીય આર્મીની દેન છે એવું અમે માનીયે છીએ.
ભારતભરનો પ્રથમ બનાવ કે ચોરી અટકાવવા  માટે એક્સ આર્મીમેનની ઓબ્ઝર્વર તરીકેની કામગીરીથી વિદ્યાર્થીઓમાં ભયની લાગ્ણી વ્યાપી છે. કારણ કે વિદ્યાર્થીઓ દ્વારા કોઇપણ કોલેજમાં દાદાગીરી અથવા હથીયારો લઇને  પરીક્ષા આપવા ન જતા હોય, પણ ચોરી રોકવાના બહાને  મનઘડત નિયમોથી વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
તો સૌ. યુનિ. પરીક્ષાનું હાર્ટ ગણાતુ એટલે કે સૌ.યુનિ. પરીક્ષા વિભાગ જયાં વારંવાર પેપરો ફૂટવાના બનાવો સામે આવ્યા છે. ત્યાં કડક અમલ શરૂ કરવો જોઇએ.  એવું અમારૂ માનવું છે.  સૌ.યુનિ. દ્વારા ઓનલાઇન કેમેરા તેમજ તેનું મોનીટરિંગ કરવા માટે કરોડો રૂા. ના ખર્ચે લાઇવ પરીક્ષા ઓબ્ઝર્વેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.  એમ છતાં સૌ.યુનિ. માન્ય પ્રોફેસરોને ઓબ્ઝર્વર તરીકે કામગીરી આપના દ્વારા સોંપાઇ છે તો  તેનો અર્થ એવો ન થાય કે આપને આપની યુનિવર્સિટીના પ્રોફેસરો ઉપર શુ ભરોશો નથી ?
આપના દ્વારા મનઘડત નિર્ણયોમાં જબલિંગ પધ્ધિતિથી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે છતાં પણ આપના નિર્ણયોથી એવું લાગી રહ્યું છે કે, સૌ.યુનિ.ના સત્તાધીશો પરીક્ષા ચોરી અટકાવવામાં સફળ રહ્યું નથી એવું લાગી રહ્યું છે. એટલ માટે તમે એક્સ આર્મીમેનને વિદ્યાર્થીઓ સામે મકુવા માંગો છો ?
કુલપતિ અને ઉપકુલપતિ ડિસીપ્લીન અને સિસ્ટમથી યુનિવર્સિટી ચલાવા માટે વી.સી. અને પી.વી.સી.  રાજીનામુ આપે અને તાત્કાલિક ધોરણે માર્ચની પરીક્ષા પહેલા યુનિવર્સીટી નો સમગ્ર વહીવટ કર્નલ અને મેજરને સોંપવામાં આવે તેવી અમારી માંગ છે.  આર્મી દેશનું ગૌરવ છે. તો આર્મીને સમગ્ર વહીવટ સૌ.યુનિ સોંપવી તેથી સૌ.યુનિ.માં થતો ભ્રષ્ટાચાર પણ બંધ થાય અને ડિસ્પ્લીન પણ આવે.
વિરોધ બાદ યુનિવર્સીટી ના કુલપતિએ જણાવ્યું કે ઉપકુલપતિ દ્વારા નિવૃત આર્મી મેન ને ભરતી કરવા ની વાત પર કોઈ યુનિવર્સીટીના સત્તાધીશો વચ્ચે કોઈ ચર્ચા થઈ નથી આગામી સમયમાં તેના ઉપર ચર્ચા કરવામાં આવશે. હાલ અત્યારે આ નિર્ણય ને યુનિવર્સિટી ની મજૂરી નથી મળી. ત્યારે ઉપકુલપતિ વિજય દેસાણીએ જણાવ્યું કે કે દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પણ એક વિચાર છે જેના થી આગામી સમયમાં પરીક્ષા પર ચોરી અટકી શકે અને સંવેદશીલ સેન્ટરોમાં નિવૃત આર્મી મેન ને ઓબ્ઝર્વર તરીકે મુકવા થી સેન્ટરમાં સંયમ કેળવાશે. આગામી સમયમાં જો આ યુનિવર્સિટીના સભ્યો દ્વારા આ પ્રસ્તાવના ને મંજૂરી મળશે તો જ આ પ્રકારની ભરતી સંભવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.