Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશન (Jangleshwar Demolition)ના બિલને લઈને ઉભા થયેલા કથિત કૌભાંડનો મુદ્દો હવે ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે તપાસ સમિતિની રચના કરી છે, જે બિલ સંબંધિત તમામ દસ્તાવેજો અને પ્રક્રિયાની તપાસ કરશે.
Jangleshwar Demolition: મ્યુનિસિપલ કમિશનરે રચી તપાસ સમિતિ
તપાસ સમિતિની રચના થયા બાદ રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation )ની ટીમને ગાંધીનગર બોલાવવામાં આવી છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠક દરમિયાન જંગલેશ્વર ડિમોલેશન (Jangleshwar Demolition) કામગીરી, બિલની મંજૂરી પ્રક્રિયા, ખર્ચના દસ્તાવેજો અને કથિત અનિયમિતતાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ શકે છે. જોકે, બેઠક પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા સામે આવશે.
આ દરમિયાન રાજકોટના મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ બિલ કૌભાંડના મુદ્દે સત્તાવાર ખુલાસો કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ સમિતિના પ્રાથમિક તારણો અને આગળની કાર્યવાહી અંગે પણ માહિતી આપવામાં આવી શકે છે.
હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ હોવાથી કૌભાંડ અંગેના તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તપાસ સમિતિના અહેવાલ અને સરકારના આગામી નિર્ણય બાદ જ સમગ્ર મામલે અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:જંગલેશ્વર ડિમોલિશન બિલ વિવાદ પર મેયર નેહલ શુક્લનું મોટું નિવેદન, નિયમ વિરુદ્ધ ચૂકવાયેલી રકમ થશે વસૂલ
આ પણ વાંચો:જંગલેશ્વર ડિમોલિશનના ₹27.20 લાખના ખાણીપીણી બિલ પર સવાલ, દરખાસ્ત પેન્ડિંગ
