Rajkot News: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં દબાણ (Jangleshwar Demolition Bill) હટાવવાની કામગીરી દરમિયાન થયેલા ખર્ચના બિલ ((Jangleshwar Demolition Bill)ને લઈને ઊભા થયેલા વિવાદ પર હવે મેયર નેહલ શુક્લે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં કરોડો રૂપિયાના ખર્ચ અંગે ઉઠેલા પ્રશ્નો વચ્ચે મેયરે જણાવ્યું કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને જો ગેરરીતિ સાબિત થશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
મેયરે જણાવ્યું કે સ્ટેન્ડિંગ કમિટીએ વિવાદાસ્પદ બિલ (Jangleshwar Demolition Bill)ને હાલ મંજૂરી આપવાના બદલે પેન્ડિંગ રાખવાનો નિર્ણય લીધો છે. સમગ્ર ખર્ચની વિગતવાર તપાસ માટે મ્યુનિસિપલ કમિશનર પાસેથી તમામ દસ્તાવેજો અને ખર્ચની વિગતો મંગાવવામાં આવી છે.
Jangleshwar Demolition Bill: કમિશનરને સ્પેશિયલ કમિટી રચવાનો આદેશ
આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરને સમગ્ર મામલે વિશેષ તપાસ સમિતિ (સ્પેશિયલ કમિટી) રચવાની સત્તા પણ આપવામાં આવી છે, જેથી ખર્ચની દરેક બાબતની પારદર્શક રીતે તપાસ થઈ શકે.
વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે મેયરે જણાવ્યું કે દરેક આરોપને તાત્કાલિક સાચો માની શકાય નહીં. તપાસ પૂર્ણ થયા બાદ જ વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે. તેમણે ઉમેર્યું કે વર્તમાન શાસક બોડી પારદર્શિતા, નૈતિકતા અને ઈમાનદારીના સિદ્ધાંતો સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.
મેયરના જણાવ્યા મુજબ, જો તપાસમાં કોઈ અધિકારી, એજન્સી અથવા અન્ય વ્યક્તિ દ્વારા નિયમોની વિરુદ્ધ જઈને વધુ રકમ ચૂકવાઈ હોવાનું સાબિત થશે તો મહાનગરપાલિકા કાયદેસરની કાર્યવાહી કરશે અને ચૂકવાયેલી વધારાની રકમની વસૂલાત પણ કરવામાં આવશે.
જંગલેશ્વર ડિમોલિશન બિલ (Jangleshwar Demolition Bill)નો મુદ્દો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. હવે મ્યુનિસિપલ કમિશનરના તપાસ અહેવાલ બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટતા થશે અને જરૂરી પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો:રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન: વીડિયોગ્રાફીનું બિલ 24 લાખ રૂપિયા
આ પણ વાંચો:જંગલેશ્વર ડિમોલિશનના ₹27.20 લાખના ખાણીપીણી બિલ પર સવાલ, દરખાસ્ત પેન્ડિંગ
