Lifestyle/ યુવાનોમાં મોઢાના કેન્સરનું વધતું જોખમ,જાણો કયા સામાન્ય લક્ષણોને ન કરવા નજર અંદાજ

LifeStyle news: કઇ રીતે તમાકુ અને વેપિંગ જીવલેણ બની રહ્યા છે, (Cancer)અને કયા શરૂઆતના લક્ષણોને ભૂલથી પણ નજરઅંદાજ ન કરવા જોઇએ.. યુવા પેઢીમાં કેમ વધી રહ્યું છે કેન્સર (Cancer)નું જીવલેણ જોખમ? આજની બદલાતી લાઇસ્ટાઇલ અને ખોટી આદતોના કારણે યુવાનોમાં સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઝડપથી વધી રહી છે.આમા સૌથી ચિંતાજનક બાબત છે યુવા પેઢીમાં મોઢાના કેન્સરનું […]

Gujarat Others Lifestyle Breaking News
cancer

LifeStyle news: કઇ રીતે તમાકુ અને વેપિંગ જીવલેણ બની રહ્યા છે, (Cancer)અને કયા શરૂઆતના લક્ષણોને ભૂલથી પણ નજરઅંદાજ ન કરવા જોઇએ..

યુવા પેઢીમાં કેમ વધી રહ્યું છે કેન્સર (Cancer)નું જીવલેણ જોખમ?

આજની બદલાતી લાઇસ્ટાઇલ અને ખોટી આદતોના કારણે યુવાનોમાં સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઝડપથી વધી રહી છે.આમા સૌથી ચિંતાજનક બાબત છે યુવા પેઢીમાં મોઢાના કેન્સરનું વધતું જતું પ્રમાણ.એક સમય હતો જ્યારે કેન્સર મોટી ઉંમરના લોકોમાં વધુ જોવા મળતું હતું, પરંતુ હવે 20 થી 30 વર્ષના યુવાનો પણ આ ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે.મોઢાના કેન્સરની શરૂઆત બહુ સામાન્ય લક્ષણોથી થાય છે, જેને લોકો ઘણીવાર સામાન્ય ચાંદી સમજીને નજરઅંદાજ કરી દે છે.આ નાનકડી બેદરકારી પાછળથી જીવલેણ સાબિત થઇ શકે છે.

ખરાબ આદતો અને બદલાતી લાઇફસ્ટાઇસ:

યુવાનોમાં ઓરલ કેન્સર વધવાનું મુખ્ય કારણ તમાકુ, ગુટખા, સોપારી અને સિગારેટનું વધતું સેવન છે.આ સિવાય આજકાલ સોશિયલ સ્ટેટસ કે દેખાદેખીમાં આલ્કોહોલનું સેવન અને સ્મોકિંગ બંને એકસાથે કરવાની આદત પણ જોખમને બમણું કરી દે છે.આયુર્વેદ અને મોર્ડન મેડિકલ સાયન્સ બંને માને છે કે મોઢાની યોગ્ય સફાઇ ન રાખવી અને કેમિકલ યુક્ત વસ્તુઓનું સતત સેવન કરવાથી મોઢાના અંદરના કોષો ડેમેજ થાય છે, જે ધીમે-ધીમે કેન્સરની ગાંઠમાં ફેરવાઇ જાય છે.

આ સામાન્ય લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ: 

મોઢાના કેન્સરમાં જો શરૂઆતના સ્ટેજમાં જ લક્ષણો ઓળખી લેવામાં આવે, તો તેનો ઇલાજ સરળ બને છે.નીચે આપેલા લક્ષણો જો 2 અઠવાડિયાથી વધુ સમય સુધી રહે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ:

1.મોઢામાં લાંબો સમય ચાંદી રહેવી:

જો મોઢામાં કે જીભ પર પડેલી ચાંદી કે અલ્સર 10 થી 15 દિવસમાં દવાઓ લેવા છતાં પણ ઠીક ન થાય, તો તે કેન્સરનું પ્રાથમિક લક્ષણ હોઇ શકે છે.

2.લાલ કે સફેદ ડાઘ:

મોઢાની અંદર, ગાલ પર કે જીભની નીચે સફેદ અથવા લાલ રંગના ચાનઠા કે ડાઘા દેખાવા અને તેમા સતત બળતરા થવી.

3.મોઢું ખોલવામાં તકલીફ થવી:

તમાકુ-ગુટખા ખાવાના કારણે જો મોઢું પહેલાની જેમ પૂરેપુરું ન ખૂલતું હોય અથવા ચાવવામાં અને ગળવામાં અસહ્ય દુખાવો થતો હોય.

4.ગળા કે જડબામાં સોજો:

મોઢાની અંદર કે ગળાના ભાગમાં કેઇ પણ પ્રકારની ગેઠ કે સોજો આવવો, જેમાં દુખાવો ન થતો હોય તો પણ તેને હળવાશથી ન લેવો જોઇએ.

5.અચાનક લોહી નીકળવું:

મોઢામાંથી કે પેઢામાંથી કેઇપણ કારણ વગર અચાનક લોહી નીકળવું અથવા અવાજમાં સતત ભારેપણું આવવો.


આ પણ વાંચો:મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ જીવલેણ બની રહ્યું છે બ્રેસ્ટ કેંસર

આ પણ વાંચો:આ ખોરાક ખાવાથી સ્તન કેંસર થવાનો ખતરો ઘટી જતો હોય છે

આ પણ વાંચો:સ્તન કેંસરનાં ખતરામાં ઘટાડો કરી શકે છે આ ખોરાક