Rajkot News : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલેશન (Demolition)કાર્યવાહીની વિડિયોગ્રાફી માટે ₹24 લાખનું બિલ સામે આવતા ચર્ચા શરૂ થઈ છે. આ મુદ્દે વિડિયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ સંભાળનાર હિતેશ ભાયાણીએ સમગ્ર મામલે પોતાની સ્પષ્ટતા આપી છે.
ડિમોલેશન (Demolition)ની કામગીરી માટે માત્ર બે દિવસ પહેલાં જ ઓર્ડર મળ્યો હતો
હિતેશ ભાયાણીએ જણાવ્યું કે તેમને ડિમોલેશનની કામગીરી માટે માત્ર બે દિવસ પહેલાં જ ઓર્ડર મળ્યો હતો. આટલા ઓછા સમયમાં જરૂરી સંખ્યામાં કેમેરામેનની વ્યવસ્થા કરવી પડકારજનક હતી. તેથી રાજકોટ ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ કેમેરામેન બોલાવવામાં આવ્યા હતા જેથી સમગ્ર કાર્યવાહીનું યોગ્ય રીતે કવરેજ થઈ શકે.

તેમણે વધુમાં કહ્યું કે રજૂ કરાયેલ ₹24 લાખના બિલમાં કોઈ અસામાન્ય નફો સામેલ નથી. તમામ ખર્ચ નિયમો મુજબ કરવામાં આવ્યો છે અને બિલની ઓડિટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ રાજકોટ મહાનગરપાલિકાએ તાજેતરમાં ચુકવણી કરી છે.
હિતેશ ભાયાણીએ ભ્રષ્ટાચારના તમામ આરોપોને નકારી કાઢતાં જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી અને તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અથવા ભ્રષ્ટાચાર થયો નથી.
ડિમોલેશન (Demolition)ના ખર્ચ અને ખાસ કરીને વિડિયોગ્રાફી માટે થયેલા ખર્ચને લઈને શહેરમાં ચર્ચા ચાલી રહી છે. હવે આ મુદ્દે મહાનગરપાલિકા તરફથી વધુ સ્પષ્ટતા આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો:જૂનાગઢમાં ગેરકાયદે જમીનો પર તંત્રનું બુલડોઝર ફર્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન
