સુરેન્દ્રનગરથી માઠા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હવે કોરોનાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે અને પ્રથમ પોઝિટિવ કેસ નોંધતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.
મળતી માહિતી અનુસાર એક કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ કોન્સ્ટેબલ તેની પતિને જશાપર મૂકવા આવ્યા હોવાનું સામે આવ્યું છે.
જણાવી દઈએ કે જશાપર ગામમાં 50થી વધુ લોકોને કરાયા ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. આ કોન્સ્ટેબલ વઢવાણના બાળા ખાતે પણ રોકાયો હતો. બાળા ગામ ખાતે 2 થી 3 ઘરોને કરાયા ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
