Banaskantha News/ બનાસકાંઠાના અંબાજીમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી

અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ વહીવટીતંત્રએ દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તેના હેઠળ ગેરકાયદેસરના બાંધકામો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

Gujarat Breaking News

Banasmantha News: રાજ્યમાં ચોતરફ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ છે ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શક્તિ કોરિડોર (Ambaji Corridor) પ્રોજેક્ટ હેઠળ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. વહેલી સવારથી કોરિડોરની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.

વહીવટીતંત્ર અને પોલીસ તંત્રના 500 જેટલા અધિકારીઓની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. અંબાજી ખાતે કુલ ચાર ઝોનમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. એસડીએમ, ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર તથા મામલતદાર સહિતનું તંત્ર હાજર છે. જેસીબી અને ટ્રેક્ટર સહિતની મશીનરીથી દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે.

અત્રે તે યાદ રાખવું જરૂરી છે કે અંબાજીમાં અંબાજી મંદિરથી ગબ્બર સુધીનો કોરિડોર બનાવવામાં આવનારો છે. તેના વચ્ચે અંતરાયરૂપ થતાં દરેક બાંધકામને દૂર કરવામાં આવનારુ છે. આ માટે રાજ્ય સરકાર છૂટ આપી દીધી છે અને તંત્ર પણ તેના સંદર્ભમાં કામગીરી બજાવીને દરેક કન્સ્ટ્રકશનને દૂર કરી રહ્યુ છે. આગામી દિવસોમાં આ કામગીરી વધુ વેગ પકડે તેમ માનવામાં આવે છે.

અંબાજીમાં આમ પણ કેટલાય સ્થળોએ ગેરકાયદેસર બાંધકામ હતુ. લોકોએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવ્યો હતો. તેમની સામે કાયદેસરની બધી જ કાર્યવાહી કરવામાં આવી છે. તેમને નોટિસો આપવામાં આવી છે. તેમને ગેરકાયદે કબ્જો છોડવાનો સમય પણ આપવામાં આવ્યો હતો, પરંતુ ઘણા લોકો સ્થળ ખાલી કરી જતાં રહ્યા હતા, જ્યારે કેટલાય લોકોએ કબ્જો જાળવી રાખતા છેવટે તંત્રએ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.


આ પણ વાંચો: અંબાજીમાં ₹1632 કરોડના પ્રોજેક્ટનું કામ તેજ, અનેક દબાણો દૂર કરાયા

આ પણ વાંચો: અંબાજી કોરિડોર: દબાણો દૂર કરવા 16 થી વધુ ટીમો દ્વારા ડિમોલેશન હાથ ધરાયું

આ પણ વાંચો: અંબાજીમાં જેઠ પૂનમે ભક્તોની ભારે ભીડ, ટ્રાફિક અને પાર્કિંગની મોટી સમસ્યા