Navsari News/ નવસારી મનપામાં સમિતિ રચના પહેલાં રાજકીય ગરમાવો, કોર્પોરેટર નરેશ પુરોહિતની પોસ્ટથી અટકળો તેજ

નવસારી મનપા (Navsari Municipal Corporation)માં સમિતિની રચના પહેલાં કોર્પોરેટર નરેશ પુરોહિતની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ રાજકીય અટકળો અને નારાજગીની ચર્ચાએ જોર પકડ્યું છે.

Top Stories Gujarat Others Breaking News
Navsari Municipal Corporation: 'દગો' અને 'વિશ્વાસઘાત'ની પોસ્ટથી રાજકીય ચર્ચા તેજ

Navsari News: નવસારી મહાનગરપાલિકા (Navsari Municipal Corporation)માં સમિતિઓની રચના પહેલાં જ રાજકીય માહોલ ગરમાયો હોવાનું જોવા મળી રહ્યું છે. મનપાના કોર્પોરેટર નરેશ પુરોહિત દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ છે.

Navsari Municipal Corporation: કોર્પોરેટરની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સવાલો વધ્યા

નરેશ પુરોહિતે (Naresh Purohit) પોતાની પોસ્ટમાં સીધા કોઈનું નામ લીધું નથી, પરંતુ ‘દગો’ અને ‘વિશ્વાસઘાત’ જેવા શબ્દોનો ઉપયોગ કરતા રાજકીય સંદેશ આપ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પોસ્ટ બાદ મનપાની સમિતિની રચના પહેલાં કેટલાક નેતાઓમાં નારાજગી હોવાની ચર્ચા વધુ તેજ બની છે.

રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સમિતિઓમાં સ્થાન અને જવાબદારીઓને લઈને આંતરિક અસંતોષ હોઈ શકે છે. જોકે, આ અંગે કોઈપણ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ન તો કોર્પોરેટર તરફથી કોઈ સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે અને ન તો પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર થયું છે.

સમિતિની રચનાની પ્રક્રિયા વચ્ચે સોશિયલ મીડિયા પર આવેલી આ પોસ્ટે અનેક સવાલો ઉભા કર્યા છે. આગામી દિવસોમાં સમિતિની જાહેરાત બાદ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.


આ પણ વાંચો:Navsari Municipal Corporation નવા મેયર તરીકે અશોક ધોરાજીની પસંદગી, પાંચ મુખ્ય હોદ્દેદારોના નામ જાહેર

આ પણ વાંચો:Navsari Municipal Corporationના ઢોરવાડામાં મૃત ગાયોને શ્વાનોએ ફાડી ખાધી, ગૌપ્રેમીઓમાં તીવ્ર રોષ 

આ પણ વાંચો:નવસારીના મેયર અશોક ધોરાજીયાનો માનવીય અભિગમ