Navsari News: નવસારીના નવા ચૂંટાયેલા મેયર અશોક ધોરાજીયા (Ashok Dhorajiya)એ દાખવેલા માનવીય અભિગમની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. કોઈપણ હોદ્દેદાર જાત તપાસ કરે તો પ્રજાને કેવી તકલીફો પડે છે તેની ખબર પડે તેનું ઉદાહરણ મેયરે પોતે આપ્યું છે. તેમણે જાત તપાસમાં જોયું કે રેલ્વે સ્ટેશન પાસે વૃદ્ધોને તકલીફ પડી રહી છે. રેલ્વે સ્ટેશને એકથી બીજી બાજુએ જવા માટે વૃદ્ધો લાંબું અંતર ચાલીને કાપવા લાચાર હતા.
વૃદ્ધોની આ તકલીફ જોઈને તેમણે તેનો ઇલાજ વિચારી લીધો છે. આના પગલે રેલ્વે ફાટક નજીક ફૂટ ઓવરબ્રિજ અને લિફ્ટનું કામ શરૂ કરવામાં આવશે. આ કામ શરૂ ન થાય ત્યાં સુધી વૃદ્ધો માટે વિના મૂલ્યે વાહન વ્યવસ્થાની મેયરે જાહેરાત કરી છે.

અશોક ધોરાજીયાએ (Ashok Dhorajiya)ના વલણની પ્રશંસા
નવસારીના મેયર હજી હમણા જ હોદ્દા પર નીમાયા છે ત્યારે આ પ્રકારે પોતે જ આગેવાની લઈને પ્રજાના પ્રશ્નોની નિકાલ કરવાની તૈયારી દાખવી છે તેની નવસારીની પ્રજામાં લોકમુખે ચર્ચા છે. મેયરે તો હવે પ્રજાના પ્રશ્નો હાથ ધરવા લાગ્યા, પણ કોર્પોરેટરો મેયરના રસ્તે ક્યારે ચાલશે તેમ પ્રજા પૂછી રહી છે.

કોર્પોરેટરો અશોક ધોરાજીયાએ (Ashok Dhorajiya)ની જેમ ક્યારે કામ કરશે
મેયર જેવો અભિગમ દરેક કોર્પોરેટર અપનાવે અને પ્રજાને નડતી તકલીફો દૂર કરે અને પ્રજાની સુખાકારીનો સતત વિચાર કરતો રહે તે જરૂરી છે. દરેક જણ એક જ સવાલ કરી રહ્યુ છે કે મેયરને જે તકલીફ દેખાઈ તે બીજા કોઈને કેમ ન દેખાઈ તેવો સવાલ પણ લોકોને થઈ રહ્યો છે.

કોર્પોરેટરો પણ અશોક ધોરાજીયાને અનુસરે તેવી પ્રજાની ઇચ્છા
આગામી દિવસોમાં કોર્પોરેટરોએ પ્રજાકીય કામો હાથ પર ન લીધા કે પ્રજાકીય કામોની સુધ ન લીધી તો તેમની તુલના તરત જ મેયરની કામગીરી સાથે થવા લાગશે. મેયરે જો શહેરની સુધ લેવાની હોય તો કોર્પોરેટર કમસેકમ પોતાના વોર્ડનો ખ્યાલ રાખી શકેને. અઠવાડિયે દસ દિવસે તેના વિસ્તારના રોડ, રસ્તા, ગટર,પાણી, વીજળીની સ્થિતિની તો સમીક્ષા કરી શકેને. તેને લગતી કોઈ ફરિયાદ હોય તો તેની મેયર સમક્ષ રજૂઆત કરી શકે છે.
