Navsari News/ નવસારી રેફરલ હોસ્પિટલમાં RO પ્લાન્ટની ગંદકીનો વીડિયો વાયરલ, પીવાના પાણીની વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો

નવસારી રેફરલ હોસ્પિટલ (Navsari Referral Hospital)ના RO પ્લાન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ગંદકી જોવા મળતા પીવાના પાણીની વ્યવસ્થા અને દર્દીઓના સ્વાસ્થ્યને લઈને સવાલો ઉઠ્યા છે.

Top Stories Gujarat Others Breaking News
Navsari Referral Hospitalના RO પ્લાન્ટનો વીડિયો વાયરલ

Navsari News: નવસારીની રેફરલ હોસ્પિટલ (Navsari Referral Hospital) ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ હોસ્પિટલની પીવાના પાણીની વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વાયરલ વીડિયોમાં હોસ્પિટલના આર.ઓ પ્લાન્ટની આસપાસ ગંદકી જોવા મળી રહી હોવાનું સામે આવ્યું છે.

વિડિયોમાં આર.ઓ પ્લાન્ટની અંદર અને આસપાસ સફાઈના અભાવના દૃશ્યો દેખાતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. હોસ્પિટલ (Navsari Referral Hospital)માં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાસંબંધીઓને આપવામાં આવતા પીવાના પાણીની ગુણવત્તા અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ મામલે આરોગ્ય વિભાગ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકોનો આક્ષેપ છે કે આરોગ્ય કેન્દ્રમાં જ જો આવી સ્થિતિ હશે તો દર્દીઓના સ્વાસ્થ્ય પર તેની સીધી અસર પડી શકે છે.

Navsari Referral Hospitalમાં RO પ્લાન્ટની ગંદકી

વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ (Navsari Referral Hospital) તંત્ર અને સંબંધિત અધિકારીઓ બચાવની સ્થિતિમાં જોવા મળ્યા હતા. અધિકારીઓએ દાવો કર્યો છે કે હાલમાં દર્દીઓ અને સ્ટાફ માટે પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને RO પ્લાન્ટની સફાઈ તથા જાળવણી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર ઘટનાએ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં મૂળભૂત સુવિધાઓની સ્થિતિ અંગે ફરી ચર્ચા જગાવી છે. લોકો માંગ કરી રહ્યા છે કે હોસ્પિટલોમાં સ્વચ્છતા અને પીવાના પાણી જેવી આવશ્યક સુવિધાઓ પર વધુ ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે.


આ પણ વાંચો:નવસારીમાં હોસ્પિટલની બેદરકારીથી આચાર્યનું મોત, નર્સ સહિત 3ની ધરપકડ

આ પણ વાંચો:નવસારીમાં ચીખલી સરકારી હોસ્પિટલમાં કરોડોની ઉચાપત

આ પણ વાંચો:નવસારીની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત