National News/ ‘હાઈકમાન્ડનો આદેશ મેં માન્યો’, સીએમ પદ પરથી રાજીનામું આપીને બોલ્યા સિદ્ધારમૈયા

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Siddaramaiah)આજે પોતાના પદ પરથી રાજીનામું આપશે. સીએમઓ (CMO) દ્વારા આ વાતની પુષ્ટિ કરાઈ છે. બેંગલુરુમાં ગવર્નરની ગેરહાજરી વચ્ચે સર્જાયેલા રાજકીય ઘટનાક્રમ પર વાંચો વિસ્તૃત અહેવાલ.

NATIONAL Top Stories India
Siddaramaiah

Siddaramaiah Resignation Updates:કર્ણાટકના રાજકારણમાં ચાલી રહેલો હાઈ-વોલ્ટેજ ડ્રામા હવે તેના ચરમસીમાએ પહોંચી ગયો છે અને સત્તા પરિવર્તનની ઘડી નક્કી થઈ ગઈ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આજે બપોરે 2:30 વાગ્યે લોકભવન પહોંચશે અને રાજ્યપાલના પ્રાઇવેટ સેક્રેટરીને પોતાનું રાજીનામું સોંપશે. રાજીનામું આપ્યા બાદ તેઓ સાંજે 3:00 વાગ્યે DK શિવકુમારની હાજરીમાં એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરશે અને ત્યારબાદ દિલ્હી રવાના થશે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ પુષ્ટિ કરી છે કે, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારમાં ઈમરજન્સીના કારણે બેંગલુરુની બહાર હોવા છતાં, તેમનું દફતર સીએમનું રાજીનામું સ્વીકારશે.

Siddaramaiah

બ્રેકફાસ્ટ મીટીંગમાં પ્રસ્તાવ અને વિપક્ષનો પ્રહાર

આજે સવારે સીએમ આવાસ ‘કાવેરી’ ખાતે યોજાયેલી મંત્રીઓની બ્રેકફાસ્ટ મીટીંગમાં અત્યન્ટ ભાવુક માહોલ વચ્ચે સિદ્ધારમૈયાએ રાજીનામાની જાહેરાત કરવાની સાથે આગામી મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારના નામનો પ્રસ્તાવ પણ મૂકી દીધો છે. આ નામ પર સત્તાવાર મહોર લગાવવા માટે આવતીકાલે એટલે કે 29 May ની સાંજે 5:00 વાગ્યે બેંગલુરુની એક હોટેલમાં કૉંગ્રેસ ધારાસભ્ય દળ (CLP) ની મોટી બેઠક બોલાવવામાં આવી છે.

બીજી તરફ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કૉંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે, “સરકારના પહેલા દિવસથી જ બંને નેતાઓ વચ્ચે સત્તાની વહેંચણી નક્કી હતી. ડીકે શિવકુમાર શરૂઆતથી જ સિદ્ધારમૈયાને કિનારે લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેથી સિદ્ધારમૈયા ક્યારેય શાંતિથી સરકાર ચલાવી શક્યા નહીં. કૉંગ્રેસના આંતરિક મતભેદો અને નાણાકીય કુપ્રબંધનને કારણે રાજ્યમાં વહીવટ શૂન્ય રહ્યો છે, વિકાસ ક્યાંય દેખાતો નથી અને સરકારનું દેવું 4 ગણું વધી ગયું છે. આ લડાઈના કારણે કર્ણાટક 20 વર્ષ પાછળ ધકેલાઈ ગયું છે.”

Siddaramaiah

બ્રેકફાસ્ટ ટેબલ પર પ્રસ્તાવ અને વિપક્ષનો આકરો પ્રહાર

સિદ્ધારમૈયાએ આજે સવારે તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘કાવેરી’ ખાતે મંત્રીઓ અને ધારાસભ્યો માટે એક ખાસ ‘બ્રેકફાસ્ટ મીટીંગ’ બોલાવી હતી, જ્યાં ઇડલી-વડા અને મસાલા ઢોસા પીરસાયા હતા. આ બેઠકમાં અત્યંત ભાવુક માહોલમાં સિદ્ધારમૈયાએ રાજીનામાની જાહેરાત કરવાની સાથે આગામી મુખ્યમંત્રી તરીકે ડેપ્યુટી સીએમ DK શિવકુમારના નામનો પ્રસ્તાવ પણ મૂકી દીધો છે. જો કે, શિવકુમારના નામ પર અંતિમ મહોર લગાવવા માટે આવતીકાલે એટલે કે 29 May ની સાંજે 5:00 વાગ્યે બેંગલુરુની એક હોટેલમાં કૉંગ્રેસ ધારાસભ્ય દળ (CLP) ની મોટી બેઠક બોલાવવામાં આવી છે.

બીજી તરફ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બસવરાજ બોમ્મઈએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. બોમ્મઈએ જણાવ્યું કે, “સરકારના પહેલા દિવસથી જ બંને નેતાઓ વચ્ચે સત્તા વહેંચણીની તારીખ નક્કી હતી. DK શિવકુમાર શરૂઆતથી જ સિદ્ધારમૈયાને કિનારે લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેથી સિદ્ધારમૈયા ક્યારેય શાંતિથી સરકાર ચલાવી શક્યા નહીં. કૉંગ્રેસના આંતરિક મતભેદો અને નાણાકીય કુપ્રબંધનને કારણે રાજ્યમાં વહીવટ શૂન્ય રહ્યો છે, વિકાસ ક્યાંય દેખાતો નથી અને સરકારનું દેવું 4 ગણું વધી ગયું છે. આ લડાઈના કારણે કર્ણાટક 20 વર્ષ પાછળ ધકેલાઈ ગયું છે.”

ભાવુક માહોલમાં બ્રેકફાસ્ટ ટેબલ પર થયું એલાન(Siddaramaiah)

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ(Siddaramaiah) આજે સવારે તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘કાવેરી’ ખાતે તમામ મંત્રીઓ અને ધારાસભ્યો માટે એક ખાસ ‘બ્રેકફાસ્ટ મીટીંગ’ બોલાવી હતી. આ બેઠક તેના નિયત સમય કરતાં 1 કલાક મોડી શરૂ થઈ હતી. સંતોષ લાડ, બી સુરેશ, એમબી પાટીલ અને રામાલિંગા રેડ્ડી સહિતના તમામ દિગ્ગજ નેતાઓ સીએમ હાઉસ પહોંચ્યા હતા. બ્રેકફાસ્ટના મેન્યુમાં ઇડલી, વડા, મસાલા ઢોસા, પોંગલ અને કેસરીબાથ જેવી વાનગીઓ પીરસાઈ હતી. આ જ ટેબલ પર મુખ્યમંત્રીએ અત્યંત ભાવુક માહોલમાં મંત્રીઓ સમક્ષ પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી.

Siddaramaiah

આ બેઠકમાં ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર પણ એરપોર્ટથી સીધા સીએમ આવાસ પહોંચ્યા હતા. સીએમ હાઉસ પર સત્તા પરિવર્તનની સ્ક્રિપ્ટ ક્લિયર દેખાઈ રહી હતી, જ્યાં શિવકુમાર અને સિદ્ધારમૈયાએ એકબીજાને ગળે લગાવીને એકજૂથતાનો સંદેશ આપ્યો હતો અને શિવકુમારે સિદ્ધારમૈયાના પગે લાગીને આશીર્વાદ પણ લીધા હતા. કર્ણાટકમાં સરકારની રચના વખતે જ અઢી-અઢી વર્ષની સીએમ ફોર્મ્યુલાની ચર્ચા હતી, જેનો અંતે અમલ થઈ રહ્યો છે.

રાજ્યપાલ શહેરની બહાર, હવે શું છે ઓપ્શન?

રાજકીય ઘટનાક્રમ વચ્ચે જાણવા મળ્યું છે કે, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારમાં કોઈ ઈમરજન્સીના કારણે આજે સવારે જ પોતાના ગૃહનગર જવા રવાના થઈ ગયા છે. ગવર્નરની ગેરહાજરીને કારણે થોડીવાર માટે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ CMO એ સ્પષ્ટતા કરી છે કે ભલે રાજ્યપાલ હાજર ન હોય, તેમ છતાં મુખ્યમંત્રી પોતાનું રાજીનામું રાજભવન ખાતે રાજ્યપાલના કાર્યાલય (દફતર) ને સોંપી દેશે. બંધારણીય જોગવાઈઓ મુજબ, ગવર્નરની ગેરહાજરીમાં પણ તેમનું કાર્યાલય સીએમનું રાજીનામું સ્વીકારી શકે છે.


આ પણ વાંચો:MUDA કૌભાંડ: કર્ણાટક હાઈકોર્ટ દ્વારા કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાને મોટી રાહત

આ પણ વાંચો:કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને સુરજેવાલા પર કોર્ટે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો:કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો તેજ, CM સિદ્ધારમૈયા આજે આપી શકે રાજીનામું