રાજકોટ/ P.S.I અને L.R.Dના નોકરી ઈચ્છુકોને છેતરતી બંટી-બબલીની પોલીસે ધરપકડ કરી

આરોપીએ 10 લોકો પાસેથી 1 લાખ 10-10 હજાર રૂપિયા અને બે લોકો પાસેથી 4-4 લાખ મળી કુલ 15 લાખ રૂપિયાlથી વધુની માતબર રકમ ઉઘરાવી લીધી હતી.

Top Stories Gujarat

રાજકોટમાં PSI-LRD ભરતીમાં પાસ કરાવવાની લાલચ આપી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે ક્રિષ્ના ભરડવા અને જેનિસ પરસાણા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીએ પોતે પોલીસમાં મોટી ઓળખાણ ધરાવતા હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં આરોપીએ દાવો કર્યો હતો કે, શારીરીક તેમજ લેખિત પરીક્ષા વગર જ સીધો જોઈનિંગ લેટર મળી જશે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ 10 લોકો પાસેથી 1 લાખ 10-10 હજાર રૂપિયા અને બે લોકો પાસેથી 4-4 લાખ મળી કુલ 15 લાખ રૂપિયાlથી વધુની માતબર રકમ ઉઘરાવી લીધી હતી.

વધુ વિગત મુજબ પીએસઆઈની ભરતી અંગેનું   શારીરીક  કસોટીનું મેરીટ લીસ્ટ જાહેર થતા જેમાં   સેટીંગ કરી વગર પરીક્ષાઓ પાસ થવા માંગતા ઉેમેદવારો મેરીટ લીસ્ટમાં નામ ન આવતા છેતરાયાનો અહેસાસ  થયો હતો. આ અંગે ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા ને રજૂઆત કરતા તેણે આ બનાવને   ગંભીરતા સાથે લઈ જુદી જુદી પાંચ ટીમો બનાવી શનિવારની રાતથી આ કામગીરી ‘ઠગ’ પ્રેમી યુગલનું પગેરૂ મેળવ્યું હતુ.

આ  પણ  વાંચો:Covid-19 / રાજ્યનાં વધુ એક પૂર્વ મંત્રી કોરોના સંક્રમિત, સરકારની વધી ચિંતા

મૂળ જૂનાગઢની ક્રિશ્ર્ના ભરાડવા અને તેના પ્રેમી જૈનિશ પરસાણાને  ચોટીલા  ખાતેથી ઝડપી લીધા બાદ બંનેની ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પૂછપરછ  કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના  પી.આઈ.  કે.એ. વાળા સહિતના સ્ટાફે ગંભીરતા પૂર્વક કામે લાગ્યો હતો.ભગવતીપરાનાં નંદનવન સોસાયટીના  આશિષ સીયારામ ભગતની ફરિયાદ પરથી  ક્રિશ્ર્ના ભરડવા અને જૈનિષ પરસાણા સામે છેતરપીંડી અંગેનો ગુનો નોંધ્યો છે. બંનેએ 12 જેટલા નોકરી ઈચ્છુકો પાસેથી  રૂ.15 લાખ પડાવી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પી.એસ.આઇ. અને એલ.આર.ડી. ની ભરતીમાં ડાયરેકટ શારીરિક કસોટી આપ્યા વિના જોઇનીંગ લેટર અપાવવાની લાલચ આપી છેતરપીંડી કરતી પ્રેમી યુગલને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ આગવી કુનેહથી ઝડપી લઇ સમગ્ર કૌભાંડનો પહેલા પર્દાફાશની કામગીરીને ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવી અને પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટવીટ કરી બીરદાવી છે.

આ પણ વાંચો:કોરોનાની અસર /  કોરોનાનાં 21 મહિનામાં દેશમાં લાખો બાળકો થયા અનાથ, ગુજરાત ત્રીજા ક્રમે