Tech News/ WhatsApp પર કોઈએ બ્લોક કર્યા છે કે નહીં? ઓનલાઈન સ્ટેટસ જોયા વિના આ ટ્રિકથી જાણો

વૉટ્સએપ (WhatsApp) પર કોઈએ તમને બ્લોક કર્યા છે કે નહીં તે જાણવા માટે હવે પ્રોફાઈલ ફોટો જોવાની જરૂર નથી. એન્ક્રિપ્શન વેરિફિકેશન (Encryption Verification) ની આ નવી ટ્રિકથી તમે સરળતાથી સચોટ માહિતી મેળવી શકો છો.

Trending Tech & Auto
WhatsApp

WhatsApp Block Checker New Trick: લોકપ્રિય મેસેજિંગ એપ વૉટ્સએપ પર જ્યારે કોઈ આપણને બ્લોક કરી દે છે, ત્યારે તે જાણવા માટે સામાન્ય રીતે આપણે તેની પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન (Last Seen) કે ઓનલાઈન સ્ટેટસ ચેક કરીએ છીએ. જો કે, ઘણીવાર આ પરંપરાગત રીતો 100 ટકા સાચી હોતી નથી, કારણ કે સામેવાળી વ્યક્તિએ પ્રાઈવસી સેટિંગ્સ બદલ્યા હોય અથવા પ્રોફાઈલ પિક્ચર હટાવી દીધું હોય તેવું પણ બની શકે છે. પરંતુ હવે વૉટ્સએપના એક ખાસ સિક્યોરિટી ફીચર એટલે કે ‘એન્ક્રિપ્શન વેરિફિકેશન’ (Encryption Verification) દ્વારા તમે કોઈ પણ મેસેજ કે કોલ કર્યા વગર જ સચોટ રીતે જાણી શકશો કે સામેવાળાએ તમને બ્લોક કર્યા છે કે નહીં.

WhatsApp

એન્ક્રિપ્શન વેરિફિકેશન ફીચર કેવી રીતે પકડે છે ચોરી?

વૉટ્સએપના ફીચર્સ પર નજર રાખતી પ્રખ્યાત વેબસાઈટ WABetaInfo ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, એપમાં દરેક પર્સનલ ચેટ માટે એક યુનિક એન્ક્રિપ્શન કી (Key) હોય છે. જ્યારે તમે વૉટ્સએપ રી-ઇન્સ્ટોલ કરો છો કે નવો ફોન બદલો છો ત્યારે આ કી અપડેટ થાય છે. પરંતુ જ્યારે કોઈ યુઝર તમને બ્લોક કરી દે છે, ત્યારે તે ચેટ માટેનું ‘ઓટોમેટિક વેરિફિકેશન ફીચર’ કામ કરવાનું બંધ કરી દે છે. આનાથી ચેટની સુરક્ષા પર કોઈ અસર નથી થતી, પણ બ્લોક હોવાના કારણે વેરિફિકેશન પ્રોસેસ વારંવાર ફેઈલ થાય છે.

WhatsApp

WhatsApp બ્લોક ચેક કરવા માટે ફોલો કરો આ 5 સરળ સ્ટેપ્સ:

સૌથી પહેલા તે વ્યક્તિની WhatsApp ચેટ ઓપન કરો જેના પર તમને શંકા છે.

ચેટમાં ઉપર આપેલા તેના નામ પર ટેપ કરીને ‘કોન્ટેક્ટ ઇન્ફો’ (Contact Info) સ્ક્રીન ઓપન કરો.

હવે નીચે સ્ક્રોલ કરીને ‘એન્ક્રિપ્શન’ (Encryption) ના ઓપ્શન પર ક્લિક કરો.

વૉટ્સએપ અહીં આપમેળે એન્ક્રિપ્શન વેરિફાય કરવાનો પ્રયત્ન કરશે, તમારે માત્ર થોડી સેકન્ડ રાહ જોવાની રહેશે.

જો WhatsApp ઓટોમેટિક વેરિફિકેશન ન કરી શકે અને તમને મેન્યુઅલી (મેસેજ કે ક્યુઆર કોડ દ્વારા) વેરિફાય કરવા માટે કહે, તો સમજી જવું કે સામેવાળી વ્યક્તિએ તમને બ્લોક કરી દીધા છે. જો કે, વૉટ્સએપ(WhatsApp) કંપનીએ ઓફિશિયલી આ પદ્ધતિની પુષ્ટિ નથી કરી, પરંતુ આ નવો કન્સેપ્ટ હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે.


આ પણ વાંચો:ક્યારેક મહેંદીના કોન વેચનારા ગુજરાતી કુણાલ શાહ બન્યા WhatsAppના નવા CEO, જાણો તેમની સફર

આ પણ વાંચો:સાયબર ફ્રોડથી બચવા વોટ્સએપમાં કરો આ ફેરફાર, અજાણ્યા કોલ્સ આપમેળે થઈ જશે સાયલન્ટ

આ પણ વાંચો:મોબાઈલ રિચાર્જ માટે હવે અલગ એપની જરૂર નથી, વોટ્સએપે લોન્ચ કર્યું નવું રિચાર્જ ફીચર