WhatsApp Mobile Recharge Feature: મેટાના માલિકી હક્ક ધરાવતા WhatsAppએ ભારતીય યુઝર્સ માટે એક મોટી સુવિધાની જાહેરાત કરી છે. હવે યુઝર્સ તેમના વોટ્સએપ એપની અંદરથી જ પ્રીપેડ મોબાઈલ રિચાર્જ કરાવી શકશે. આ ફીચર એન્ડ્રોઇડ અને આઈફોન (iOS) બંને પ્લેટફોર્મ પર આગામી થોડા અઠવાડિયામાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ જશે.
કેવી રીતે કરાવશો રિચાર્જ? (Step-by-Step Guide)
વોટ્સએપ પર રિચાર્જ કરવાની પ્રક્રિયા અત્યંત સરળ છે:
સૌ પ્રથમ તમારા ફોનમાં વોટ્સએપ ઓપન કરો.
હોમ સ્ક્રીન પર દેખાતા ₹ (રૂપિયા) ના આઈકન પર ક્લિક કરો.
ત્યાં તમને ‘Mobile Prepaid Recharge’ નો વિકલ્પ જોવા મળશે (જે આગામી અઠવાડિયામાં રોલ-આઉટ થશે).
તમારો અથવા તમારા ફેમિલી/ફ્રેન્ડ્સનો મોબાઈલ નંબર સિલેક્ટ કરો.
તમારી પસંદગીનો રિચાર્જ પ્લાન બ્રાઉઝ કરીને પસંદ કરો.
પેમેન્ટ માટે UPI, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ માંથી કોઈ પણ પદ્ધતિ પસંદ કરો.
તમામ ડિટેલ્સ રિવ્યૂ કરીને પેમેન્ટ કન્ફર્મ કરો.
કેટલું ઉપયોગી સાબિત થશે આ ફીચર?
અત્યાર સુધી યુઝર્સે રિચાર્જ કરવા માટે ગૂગલ પે, પેટીએમ કે જે-તે ટેલિકોમ કંપનીની એપ (જેમ કે MyJio) નો ઉપયોગ કરવો પડતો હતો. હવે વોટ્સએપમાં જ આ સુવિધા મળવાથી યુઝર્સનો સમય બચશે અને ફોનમાં વધારાની એપ્સ રાખવાની જરૂર નહીં રહે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જિયો (Jio), એરટેલ (Airtel) અને વોડાફોન-આઈડિયા (Vi) ના યુઝર્સ આ ફીચરનો લાભ લઈ શકશે.
WhatsApp હવે મલ્ટી-પર્પઝ એપ
વોટ્સએપ હવે માત્ર ચેટિંગ પૂરતું મર્યાદિત નથી. હાલમાં વોટ્સએપ દ્વારા મેટ્રો ટિકિટ બુકિંગ, QR કોડ પેમેન્ટ અને બેંક ટ્રાન્સફર જેવી સુવિધાઓ પહેલેથી જ મળી રહી છે. મોબાઈલ રિચાર્જની સુવિધા ઉમેરાવાથી આ એપ યુઝર્સ માટે વધુ અનિવાર્ય બની જશે.
આ પણ વાંચો: ભીડભાડમાં પણ WhatsApp કોલ પર અવાજ આવશે એકદમ સાફ, જાણો શું છે નવું નોઈઝ કેન્સલેશન ફીચર
આ પણ વાંચો: WhatsApp પર હવે મેસેજ વાંચતા જ થઈ જશે ગાયબ, જાણો સ્નેપચેટ જેવા નવા ફીચરની ખાસિયતો
આ પણ વાંચો: હવે બાળકોના WhatsApp પર રહેશે માતા-પિતાનો કંટ્રોલ! આવી રહ્યું છે ‘Parent-Managed Accounts’ ફીચર

