Medical Mystery: આજના જમાનામાં જ્યાં લોકો 1 કે 2 બાળકો (Children) ના ઉછેર માટે વિચારતા હોય છે, ત્યાં પૂર્વ આફ્રિકાના યુગાન્ડા (Uganda) માંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને ડોક્ટરો પણ દંગ રહી ગયા છે. અહીં રહેતી મરિયમ નબાતાન્ઝી (Mariam Nabatanzi) નામની મહિલાએ માત્ર 36 વર્ષની ઉંમર સુધીમાં 44 બાળકોને (Children) જન્મ આપીને વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ મહિલા ‘મધર યુગાન્ડા’ તરીકે ઓળખાય છે અને તેની આ ફર્ટિલિટી પાછળ એક દુર્લભ મેડિકલ કન્ડિશન જવાબદાર છે. ઘટનાની વિગતો અને આટલા બધા બાળકો પાછળનું વિજ્ઞાન.
12 વર્ષની ઉંમરે લગ્ન અને 13 મા વર્ષે પ્રથમ બાળક
મરિયમનું જીવન અત્યંત સંઘર્ષમય રહ્યું છે. માત્ર 12 વર્ષની ઉંમરે તેનાથી અનેક ગણી મોટી ઉંમરના વ્યક્તિ સાથે તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. લગ્નના એક જ વર્ષ બાદ, એટલે કે 13 વર્ષની ઉંમરે તેણે પ્રથમ વખત જોડિયા (Twins) બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારથી લઈને 36 વર્ષની ઉંમર સુધી બાળકોનો સિલસિલો સતત ચાલુ રહ્યો હતો.
જોડિયા, ત્રિપુટી અને ચોકડી Children નો અદભૂત રેકોર્ડ
મરિયમની પ્રેગ્નન્સીની સૌથી ખાસ વાત એ છે કે તેણે મોટાભાગે એકસાથે અનેક બાળકોને (Children) જન્મ આપ્યો છે. તેના 44 બાળકોના જન્મનો ક્રમ કંઈક આ મુજબ છે:
6 વખત જોડિયા બાળકો (Twins)
4 વખત ત્રણ-ત્રણ બાળકો (Triplets)
3 વખત ચાર-ચાર બાળકો (Quadruplets)
માત્ર 1 જ વાર તેણે એક સિંગલ બાળકને જન્મ આપ્યો હતો.
દુર્ભાગ્યવશ, 44 માંથી 6 બાળકોના મોત થયા છે, જ્યારે અત્યારે 38 બાળકો જીવિત છે અને મરિયમ એકલી જ તેમનો ઉછેર કરી રહી છે.
શું છે આ ચમત્કાર પાછળનું કારણ? (Hyperovulation)
ડોક્ટરોના મતે, મરિયમ કોઈ સામાન્ય મહિલા નથી પણ તે એક દુર્લભ આનુવંશિક સ્થિતિ (Genetic Condition) થી પીડિત છે, જેને ‘હાઈપર ઓવ્યુલેશન’ (Hyperovulation) કહેવામાં આવે છે. સામાન્ય રીતે મહિલાઓમાં દર મહિને 1 જ અંડકોષ (Egg) રીલીઝ થાય છે, પરંતુ મરિયમના કિસ્સામાં તેના અંડાશય (Ovaries) અસામાન્ય રીતે મોટા છે અને તે એકસાથે અનેક ઇંડાઓ ઉત્પન્ન કરે છે. આ કારણે જ્યારે પણ તે ગર્ભવતી બની ત્યારે તેણે જોડિયા કે તેથી વધુ બાળકોને (Children) જન્મ આપ્યો.
ગર્ભનિરોધક દવાઓ કેમ ન લીધી?
જ્યારે મરિયમને સમજાયું કે તેના બાળકોની (Children) સંખ્યા વધી રહી છે, ત્યારે તેણે ડોક્ટરોની સલાહ લીધી હતી. પરંતુ ડોક્ટરોએ તેને ચેતવણી આપી હતી કે તેના શરીરમાં ઇંડાઓનું પ્રમાણ એટલું વધારે છે કે જો તે ગર્ભનિરોધક ગોળીઓ (Birth Control Pills) લેશે અથવા કોઈ સર્જરી કરાવશે, તો તેના જીવને જોખમ થઈ શકે છે અથવા તેના આંતરિક અંગોને ગંભીર નુકસાન પહોંચી શકે છે. આ મજબૂરીને કારણે તેણે બાળકોને જન્મ આપવાનું ચાલુ રાખવું પડ્યું.
પતિએ છોડી દીધી અને હવે એકલી કરે છે સંઘર્ષ
મરિયમનો પતિ વર્ષ 2016 માં ઘર છોડીને ભાગી ગયો હતો. ત્યારથી તે આ 38 બાળકો (Children) ની એકલી માતા અને પિતા બંને છે. આટલા મોટા પરિવારનું પેટ ભરવા માટે તે કડિયાકામ, હેરડ્રેસર, ભંગાર વીણવો અને દવાઓ વેચવા જેવા અનેક નાના-મોટા કામો કરે છે. તે અત્યંત ગરીબીમાં જીવે છે પરંતુ તેનું એક જ લક્ષ્ય છે કે તેના બાળકો ભણી-ગણીને હોંશિયાર બને.
આ પણ વાંચો: ઓસ્કાર વિજેતાને ઇનામમાં કેટલા રૂપિયા મળે છે? ટ્રોફીની કિંમત જાણીને તમે માથું ખંજવાળવા લાગશો!
આ પણ વાંચો:પ્લાસ્ટિકની બોટલ પરની આડી-ઊભી રેખાઓ પાછળનું અસલી કારણ, કેમ તેને સપાટ બનાવવામાં આવતી નથી?
આ પણ વાંચો: શું તમે જાણો છે આ ભૂતિયા રસ્તાઓનું રહસ્ય? જાણો ભારતના સૌથી ડરામણા રસ્તાઓની કહાની


