Food Recipe/ નાસ્તામાં 7 પ્રકારની દાળ અને છાશથી બનેલી પ્રખ્યાત ‘દાલ અંબોલી’…મજાની મહારાષ્ટ્રીયન રેસિપી..!

દાલ અંબોલી (Dal Amboli) જોવામાં ઢોંસા જેવી ચોક્કસ લાગે છે પણ એનો સ્વાદ અને બેટર નૉર્મલ ઢોંસાથી ઘણો જ અલગ હોય છે….એમાં 7 દાળનો ઉપયોગ…

Trending Food Health & Fitness Lifestyle
Dal Amboli...એક પરંપરાગત મહારાષ્ટ્રીયન હૅલ્ધી વાનગી...!

Food Recipe: દાલ અંબોલી મહારાષ્ટ્રની મશહૂર ડિશ (Dal Amboli, Maharashtriyan Dish) છે જે એક કે બે નહિં પણ પૂરી 7 દાળો અને છાશના મિશ્રણથી બને છે! એ જોવામાં તો બિલકુલ જ ઢોંસા જેવી લાગે છે પણ એ છે નહિં! જો કે એનો સ્વાદ ઘણો જ ઉત્તમ હોય છે.

દરરોજ નાસ્તામાં પૌંઆ, પરોઠા અને ઢોંસા (Dosa) ખાઈને જો તમે કંટાળ્યા હો તો આ વખતે કંઇક અલગ ટ્રાય કરો. વિશેષ બાબત એ છે કે આ તદ્દન દેશી રેસિપી છે. અમે વાત કરીએ છીએ દાલ અંબોલી…એક મશહૂર મહારાષ્ટ્રીયન ડિશની! આ ખાસ ડિશમાં એક-બે નહિં પણ કેટલાય પ્રકારની દાળ (Dish with 7 Dal)નો ઉપયોગ કરવામાં આવે છે. આ બેટરમાં છાશ, ચોખા, પૌંઆ, મેથી અને અળસીની બીજ પણ નાખવામાં આવે છે. આ તમામ વસ્તુઓથી પ્રોટીનથી ભરપૂર નાસ્તો તૈયાર થશે.

દાળ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી

દાળ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે કારણ કે એમાં પ્રોટીન, ફાઈબર, વિટામીન અને મિનરલ્સ (Protein, Fiber, Vitamins and Minerals) ભરપૂર માત્રામાં હોય છે. પેટની સમસ્યા ઉદ્ભવે ત્યારે લોકો મોટાભાગે  ખીચડી ખાતા હોય છે કારણ કે એ પચવામાં હળવી હોય છે. આ ઉપરાંત, દાળ-ભાત, દાળવડા, દાળની પાનેરી, દાળના ચીલા…વગેરે વાનગીઓ પણ બનતી હોય છે. દાળ આટલી બધી ફાયદાકારક હોવા છતાંયે જ્યારે પણ ઘરમાં બને છે ત્યારે લોકો મોં બગાડે છે કે આ તો બીમારોનું ભોજન છે!

તો આ જ વિવિધ દાળનો ઉપયોગ કરીને એનું પોષણ પ્રાપ્ત થાય એવી ખાસ રેસિપી જણાવવા જઇ રહ્યાં છીએ…વિશેષ બાબત એ છે કે, આ દાલ અંબોલી જોવામાં ઢોંસા જેવી ચોક્કસ લાગે છે પણ એનો સ્વાદ અને બેટર નૉર્મલ ઢોંસાથી ઘણો જ અલગ હોય છે. જો તમે ઘરે નાસ્તામાં કશુંક દેશી પરંપરાગત વ્યંજન (Traditional Recipe) બનાવવા માગતા હો તો આ રેસિપી અવશ્ય ટ્રાય કરવી.

એને તવા પર ફેલાવીને પકાવવામાં આવે છે જેથી એ બહારથી હળવી કુરકુરી અને અંદરથી નરમ અંબોલી તૈયાર થાય છે. એને નાસ્તા અથવા સ્નેક તરીકે ચટણી સાથે ખાઈ શકાય છે.

શી રીતે બનાવશો દાલ અંબોલી? (Dal Amboli Recipe)

દાલ અંબોલી બનાવવા માટે આટલી સામગ્રી (Ingredients)ની જરુર પડશે.

દાલ અંબોલી માટેની સામગ્રી

સામગ્રી

1 કપ નાના ચોખા

પા કપ અર્થાત્ 1/4 કપ પૌંઆ

પા કપ તુવેર દાળ

પા કપ ફોતરાવાળી મગ દાળ

પા કપ મગ દાળ

પા કપ ચણા દાળ

પા કપ મસૂર દાળ

2 નાની ચમચી મેથી દાણા

અળસીના બીજ

4 કપ છાશ

સ્વાદાનુસાર મીઠું

બારીક સમારેલી ડુંગળી

આવશ્યકતા અનુસાર તેલ

દાલ અંબોલી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક મોટા બાઉલમાં ચોખા, પૌંઆ, તુવેર દાળ, ફોતરાવાળી મગની દાળ, મગમોગર દાળ, ચણા દાળ, મસૂર દાળ, અળસીના બીજ અને મેથી દાણા (Rice, Poha, Splitted Moong Dal, Chana Dal, Masoor Dal, Methi Dana, Flaxseed) બધું જ ઉમેરવું. તમામ સામગ્રીને સારી રીતે ધોઈ લેવી.

2. હવે એમાં લગભગ 4 કપ છાશ (Buttermilk) ઉમેરીને સારી રીતે મિક્સ કરી દો અને એને 6-8 કલાક માટે પલાળી રાખો.

3. આમ કરવાથી ચોખા અને દાળ સરસ નરમ થઈ જશે અને એમને વાટવાનું સરળ બનશે.

4. મિક્સરમાં કે ખલદસ્તામાં વાટી લીધા બાદ બનેલા બૅટરને એક બાઉલમાં કાઢી લેવું અને એને ઢાંકીને લગભગ 8-10 કલાક સુધી ફર્મેન્ટ થવા દેવું. જરુર પડ્યે વધુ છાશ ઉમેરવી.

5. આ આથો આવેલા મિશ્રણમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. દાલ અંબોલીનું બેટર તૈયાર છે.

6. તવીને ગરમ કરી એને તેલ થી ગ્રીસ કરવી. એક કડછી બેટર ઉમેરીને એને ગોળાકારમાં ફેલાવીને સોનેરી અને કુરકુરી થાય ત્યાં સુધી અંબોલીને શેકી લો.

7. પલટાવીને બીજી તરફ પણ 2-3 મિનિટ સુધી પકાવી લો. જરુર મુજબ તેલ કિનારીઓ પર નાખવું.

8. આ જ પ્રમાણે તમામ દાલ અંબોલી (Dal Amboli) તૈયાર કરી લેવી. તવી સાફ કરવા દર વખતે કાપેલી ડુંગળીનો ઉપયોગ કરવો.

તો તૈયાર છે ગરમાગરમ દાલ-અંબોલી…જેને નારિયેળની ચટણી (Coconut Chutney) અથવા તો તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરવી. આ આ તદ્દન દેશી મહારાષ્ટ્રીયન વાનગી (Desi Marathi Dish) નાસ્તામાં કશુંક અલગ ખાવાની ક્રેવિંગને સંતોષશે.


આ પણ વાંચો: નાસ્તામાં બનાવો લીલા મરચાવાળી ધમધમાટ તીખી મૂંગદાલ ઠેચા વાનગી…મહારાષ્ટ્રીયન સ્ટાઈલ રેસિપી…

આ પણ વાંચો: લંચમાં બનાવો ‘બિસી બેલે ભાત’…બનાવવામાં આસાન એવી વન-પૉટ મીલ રેસિપી..!

આ પણ વાંચો: શિરામણમાં આરોગો દેશી ઠેચા પનીર…પ્રોટીનથી ભરપૂર…શિલ્પા શેટ્ટીની પસંદ! ફટાફટ રેસિપી…