Ayurveda Facts: ઉનાળો હોય કે શિયાળો, જમ્યા પછી કંઈક ગળ્યું ખાવાની ઈચ્છામાં આપણે ઘણીવાર આઈસ્ક્રીમ (Icecream) પર પસંદગી ઉતારીએ છીએ. પરંતુ તાજેતરના રિપોર્ટ્સ અને હેલ્થ એક્સપર્ટ્સના મતે, રાત્રે આઈસ્ક્રીમ ખાવાની આ આદત સ્વાદમાં ભલે મીઠી લાગે, પણ શરીર માટે તે ઝેર સમાન સાબિત થઈ શકે છે. નિષ્ણાતો સ્પષ્ટ કહે છે કે આઈસ્ક્રીમમાં ગળ્યા સ્વાદ સિવાય શરીરને ફાયદો થાય તેવું કંઈ જ નથી, ઉલટાનું તે અનેક ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. રાત્રે આઈસ્ક્રીમ ખાવાના ગંભીર ગેરફાયદા વિષે જાણીએ ….
પાચનતંત્ર પર ખરાબ અસર:
આયુર્વેદ મુજબ, રાત્રે આપણું પાચનતંત્ર નબળું હોય છે. આઈસ્ક્રીમ (Icecream) ઠંડો, ભારે અને કફકારક હોય છે. રાત્રે તેને ખાવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે, જેના કારણે ગેસ, એસિડિટી, પેટમાં ભારેપણું અને અપચા જેવી સમસ્યાઓ સર્જાય છે.
ઊંઘમાં ખલેલ:(Icecream)
આઈસ્ક્રીમમાં (Icecream) સુગર (ખાંડ) અને ફેટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેને ખાવાથી બ્લડ સુગર લેવલ અચાનક વધી જાય છે અને પછી ઝડપથી નીચે પડી જાય છે. આ ઉતાર-ચઢાવને કારણે ઊંઘની ગુણવત્તા બગડે છે અને રાત્રે વારંવાર જાગી જવાની કે બેચેનીની સમસ્યા થઈ શકે છે.
સ્થૂળતા અને વજનમાં વધારો:
રાત્રે શરીરની શારીરિક પ્રવૃત્તિ શૂન્ય જેવી હોય છે. આઈસ્ક્રીમની (Icecream) વધારાની કેલરી એનર્જીમાં રૂપાંતરિત થવાને બદલે શરીરમાં ચરબી (Fat) તરીકે જમા થાય છે. જે લોકો નિયમિત રાત્રે આઈસ્ક્રીમ ખાય છે, તેમનું વજન ખૂબ ઝડપથી વધે છે. વધારે પડતી ખાંડ ઇન્સ્યુલિનનું સ્તર વધારે છે. લાંબા ગાળે આ આદત ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગના જોખમને અનેકગણું વધારી દે છે.
શરદી અને કફની સમસ્યા:
રાત્રે ઠંડી વસ્તુઓ ખાવાથી ગળામાં ઈન્ફેક્શન, ઉધરસ કે કફ વધવાની ફરિયાદ થઈ શકે છે. જેમને સાઈનસ કે અસ્થમાની તકલીફ હોય, તેમના માટે રાત્રે આઈસ્ક્રીમ (Icecream) અત્યંત જોખમી છે.
નિષ્ણાતોની સલાહ: જો તમને આઈસ્ક્રીમ (Icecream) બહુ જ ભાવતો હોય, તો તેને દિવસના સમયે અથવા જમ્યાના 2-3 કલાક પહેલા ખાવો વધુ હિતાવહ છે. રાત્રે સૂતા પહેલા ગળી અને ઠંડી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. જો ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો ફળો અથવા ડ્રાય ફ્રૂટ્સ એક સારો વિકલ્પ બની શકે છે.
થોડી મિનિટોનો સ્વાદ આખી રાતની ઊંઘ અને લાંબા ગાળાના સ્વાસ્થ્યને બગાડી શકે છે. તેથી, હેલ્ધી રહેવા માટે રાત્રે આઈસ્ક્રીમ ખાવાની આદતને આજે જ તિલાંજલિ આપો.
આ પણ વાંચો: હોળીના પાકા રંગો ચહેરા પરથી નથી નીકળતા? આ દેશી ઉબટન મિનિટોમાં કરશે કમાલ, જાણો બનાવવાની રીત
આ પણ વાંચો : હોળીના રંગોમાં ભંગ ન પડે તે માટે આંખોની કાળજી રાખવી છે જરૂરી, અપનાવો આ સરળ ટિપ્સ
આ પણ વાંચો: મહિલાઓ ખાસ વાંચો : શું વાળ ખરે છે અને ચહેરો ફિક્કો પડી ગયો છે? જાણો લોહી વધારવાની રીત




