Not Set/ Asian Games ૨૦૧૮ : ૧૦માં દિવસે ૯ મેડલ જીતવાની સાથે જ ભારતે પૂરી કરી મેડલની ફિફ્ટી, જુઓ આ યાદી

જકાર્તા, ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સના ૧૦માં દિવસે ભારતના ખાતામાં કુલ ૯ મેડલ આવ્યા છે. આ સાથે ભારતે એશિયન ગેમ્સમાં મેડલની ફિફ્ટી પણ પૂરી કરી લીધી છે. ભારતીય ખેલાડી મનજીત સિંહે ગેમ્સના મેન્સની ૮૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ ભારતના ખાતામાં ૯મો ગોલ્ડ મેડલ આવ્યો છે. Asian Games : ૫૬ વર્ષ બાદ […]

Trending Sports

જકાર્તા,

ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સના ૧૦માં દિવસે ભારતના ખાતામાં કુલ ૯ મેડલ આવ્યા છે. આ સાથે ભારતે એશિયન ગેમ્સમાં મેડલની ફિફ્ટી પણ પૂરી કરી લીધી છે. ભારતીય ખેલાડી મનજીત સિંહે ગેમ્સના મેન્સની ૮૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ ભારતના ખાતામાં ૯મો ગોલ્ડ મેડલ આવ્યો છે.

૮૦૦ મીટર બાદ હવે ભારતીય ખેલાડીઓને ૪ X ૪૦૦ રિલે મિક્સ સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ભારતના મોહમ્મદ અનસ, પૂવાના રાજુ માચેત્રા, હિમા દાસ અને રાજીવ અરોકિયાની જોડીએ ત્રણ મિનિટ ૧૫.૭૧ સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ બહરીનના ખેલાડીઓના નામે રહ્યો છે. બહરીનની ટીમે ૩ મિનિટ ૧૧.૮૯ સેકન્ડમાં દોડ પૂર્ણ કરી હતી. જયારે કજાખસ્તાનની ટીમે ૩ મિનિટ ૧૯.૫૨ સેકન્ડ સાથે દોડ પૂર્ણ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

૧૮માં એશિયાઈ ગેમ્સમાં અત્યારસુધીમાં ભારતના ખાતામાં કુલ ૫૦ મેડલ આવ્યા છે, જેમાં ૯ ગોલ્ડ, ૧૯ સિલ્વર અને ૨૨ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ૫૦ મેડલ સાથે ભારતે પોઈન્ટ ટેબલમાં ૮મુ સ્થાન હાંસલ કર્યું છે.

આ પહેલા મનજીત સિંહ ઉપરાંત જિનસન જોનસને આ જ સ્પર્ધામાં સિલ્વર મેડલ પર કબ્જો કર્યો છે.

ભારતને આ સ્પર્ધામાં ૫૬ વર્ષના લાંબા સમયગાળા બાદ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે. આ પહેલા વર્ષ ૧૯૬૨માં ભારતના ખેલાડીઓએ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યા હતા.

આ ઉપરાંત એશિયન ગેમ્સની ૫૨ kg કુરશ સ્પર્ધામાં ભારતની પિનકી બલહારા અને મલાપ્રભા યલપ્પા જાધવે અનુક્રમે સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મળી હતી.

ભારતની મહિલા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુની સિંગલ મુકાબલાની ફાઈનલ મેચમાં હાર થઇ છે અને તેને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે. સિંધુને ચીની તાઇપેની વર્લ્ડ નંબર ૧ ખેલાડી તાઈ જુ યિંગ સામે એક તરફી મુકાબલામાં ૨૧-૧૩, ૨૧-૧૬થી હાર થઇ હતી.

રજત ચૌહાણ, અમન સૈની અને અભિષેક વર્માની ભારતીય મેન્સ તીરંદાજી ટીમે કમ્પાઉન્ડ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. તીરંદાજીની ફાઈનલ મુકાબલામાં ૨૨૯-૨૨૯ પોઈન્ટથી બરાબરી બાદ શૂટ-ઓફમાં દક્ષિણ કોરિયા સામે હાર્યા બાદ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

ભારતની મહિલા તીરંદાજી ટીમની કમ્પાઉન્ડ સ્પર્ધામાં મુસ્કાન કિરાર, કુમારી મધુમિતા, જ્યોતિ સુરેખા વેનન્નની જોડીએ સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. ફાઈનલ મુકાબલામાં ૨૩૧-૨૨૮થી ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.