Dharma & Bhakti/ દિવસે છવાઇ જશે અંધકાર…અમાવસ્યાએ જ પૂર્ણ સૂર્યગ્રહણ! આ દુર્લભ તારીખ વિશે જાણો..!

Surya Grahan 2026 (સૂર્ય ગ્રહણ) દરમિયાન, સૂર્ય પૂર્ણ રીતે ઢંકાઇ જશે અને એના કારણે પૃથ્વીના કેટલાક ભાગોમાં અધકાર છવાઇ જશે! ખગોળીય દ્રષ્ટિકોણથી…

Trending Religious Rashifal Dharma & Bhakti
Surya Grahan 2026, ભારત, જ્યોતિષ શાસ્ત્ર, સૂતક કાળ

Dharm & Bhakti: આ વર્ષ દરમિયાન, બે સૂર્ય ગ્રહણ થવા જઇ રહ્યા છે જે પૈકીનું પ્રથમ સૂર્યગ્રહણ તો 17 ફેબ્રુઆરી 2026 ના રોજ થઇ ચૂક્યું છે અને હવે બીજુ સૂર્યગ્રહણ 12 ઓગષ્ટ 2026 (Surya Grahan 2026, 12 August)ના દિવસે સર્જાશે! આ ગ્રહણ ઘણું જ લાંબુ ચાલશે જે કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્ર (Cancer Zodiac Sign and Ashlesha Nakshatra)માં સર્જાશે.

ગ્રહણ દરમિયાન, સૂર્ય પૂર્ણ રીતે ઢંકાઇ જશે અને એના કારણે પૃથ્વીના કેટલાક ભાગોમાં અધકાર છવાઇ જશે! ખગોળીય દ્રષ્ટિકોણથી આ ઘટનાને અત્યંત રોમાંચક અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો ચાલો અત્યારથી જ આ ભાવિ સૂર્ય ગ્રહણ વિશેની તમામ જાણકારી જેમ કે, એ ક્યાં-ક્યાં દેખાશે અને એનો સમય શું રહેશે એ અંગે માહિતી મેળવીએ…

Surya Grahan 2026, ભારત, જ્યોતિષ શાસ્ત્ર, સૂતક કાળ

કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ 2026 (Surya Grahan 2026)

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ 12 ઓગષ્ટ, 2026 ની રાત્રે 9 વાગીને 4 મિનિટથી થશે અને એ 13 ઓગષ્ટ, 2026 ની સવારે 4 વાગીને 25 મિનિટે પૂર્ણ થશે. આ ગ્રહણ કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ હશે. કેટલાક સ્થાને આ પૂર્ણ સૂર્ય ગ્રહણના સ્વરુપમાં પણ દેખાશે.

આ ગ્રહણ ક્યાં-ક્યાં દેખાશે?

આર્કટિક , ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, એટલાન્ટિક મહાસાગર અને ઉત્તરીય સ્પેન (Arctic, Greenland, Iceland, Atlantic Ocean and Northern Spain)માં પૂર્ણ ગ્રહણ દેખાશે જ્યારે, ફ્રાન્સ, બ્રિટન, યૂરોપના અધિકાંશ ભાગોમાં તથા ઇટલી (France, Britain, Europe and Italy) માં પણ આંશિક સૂર્ય ગ્રહણ દેખાશે.

Surya Grahan 2026, ભારત, જ્યોતિષ શાસ્ત્ર, સૂતક કાળ

શું ભારતમાં આ સૂર્ય ગ્રહણ દેખાશે ખરું?

ભારત (India)માં આ સૂર્ય ગ્રહણ નહીં દેખાય કારણ કે, એ સમયે અહિં રાત હશે. આ ઉપરાંત, આમ તો સૂર્યગ્રહણના 12 કલાક અગાઉ એનો સૂતક કાળ (Sutak Kal) શરુ થઇ જતો હોય છે પરંતુ, 12 ઓગષ્ટના રોજ લાગનારા આ સૂર્ય ગ્રહણનો સૂતક કાળ માનવામાં નહિં આવે કારણ કે, આ ગ્રહણ ભારતમાં દેખાશે જ નહિં!

જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક દ્રષ્ટિએ ફક્ત એ જ ગ્રહણનો જ સૂતક કાળ માન્ય ગણાય છે જે ગ્રહણ પોતાના ક્ષેત્રમાં દ્રશ્યમાન હોય!

Surya Grahan 2026, ભારત, જ્યોતિષ શાસ્ત્ર, સૂતક કાળ

શું સૂર્ય ગ્રહણને નરી આંખે જોઇ શકાય ખરું?

ક્યારેય પણ સૂર્ય ગ્રહણને ખુલ્લી અર્થાત્ નરી આંખ (Naked eye)થી ન જોવું જોઇએ કારણ કે, એનો આંખો પર ખરાબ પ્રભાવ પડે છે. સૂર્ય ગ્રહણ જોવા માટે હંમેશા સોલાર ફિલ્ટર ચશ્મા અથવા દૂરબીન (Solar filter glasses or Binoculars)નો ઉપયોગ કરવો જોઈએ.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: હોળી પહેલા ગ્રહોની મહાયુતિ…શુક્રનું મીન રાશિમાં ગોચર…’માલવ્ય રાજયોગ’થી 4 રાશિઓનું ભાગ્ય ચમકશે..!

આ પણ વાંચો: હોળીના દિવસે જ ચંદ્રગ્રહણ સર્જાશે..! આ 4 રાશિઓએ અત્યંત સતર્ક રહેવું પડશે..!

આ પણ વાંચો: 3 માર્ચે ચંદ્ર ગ્રહણ…શું હોળીની પૂજા પર અસર કરશે? જાણો સૂતક કાળમાં શું કરવું અને શું ન કરવું?