Cassadaga Mystery: દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે પોતાની રહસ્યમયી ઘટનાઓ માટે જાણીતી છે, પરંતુ અમેરિકાના ફ્લોરિડામાં આવેલું ‘કસાદાગા’ (Cassadaga) શહેર કંઈક અલગ જ છે. આ શહેરને દુનિયાની ‘સાયકિક કેપિટલ’ (Psychic Capital of the World) માનવામાં આવે છે. અહીં રહેતા લોકોનો દાવો છે કે તેઓ મૃત્યુ પામેલા લોકો અને ભટકતી આત્માઓ સાથે સીધી વાત કરી શકે છે. વિજ્ઞાન ભલે આ વાતોને નકારે, પણ અહીં આવનારા હજારો પ્રવાસીઓનો અનુભવ કંઈક અલગ જ વાર્તા કહે છે. કસાદાગા શહેરની આશ્ચર્યજનક અને રહસ્યમયી વાતો.
130 વર્ષ જૂનો ઈતિહાસ
કસાદાગા (Cassadaga) ની સ્થાપના 1894 માં જ્યોર્જ કોલ્બી નામના વ્યક્તિએ કરી હતી. જ્યોર્જ એક આધ્યાત્મિક ગુરુ હતા અને તેમણે દાવો કર્યો હતો કે એક આત્માએ તેમને આ જગ્યા શોધીને ત્યાં આધ્યાત્મિક કેન્દ્ર બનાવવાનું સૂચન કર્યું હતું. ત્યારથી આ શહેર આત્માઓ સાથે સંપર્ક સાધવા ઈચ્છતા લોકો માટેનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.
આ નાના એવા શહેરમાં મોટી સંખ્યામાં ‘મીડિયમ’ (આત્મા અને માણસ વચ્ચે મધ્યસ્થી કરનાર) અને સાયકિક લોકો રહે છે. અહીં આવનારા લોકો પોતાના પૂર્વજો અથવા ગુજરી ગયેલા પ્રિયજનો સાથે વાત કરવા માટે આ મીડિયમની મદદ લે છે. આ પ્રક્રિયાને ‘સ્પિરિટ્યુઅલ રીડિંગ’ કહેવામાં આવે છે.
Cassadaga વિજ્ઞાન માટે મોટો પડકાર
વૈજ્ઞાનિકો આને માત્ર મનનો ભ્રમ કે મનોવૈજ્ઞાનિક ખેલ માને છે, પરંતુ કસાદાગામાં થતી ઘટનાઓનો કોઈ તાર્કિક જવાબ હજુ સુધી મળ્યો નથી. અનેક લોકોએ અહીં અચાનક તાપમાન ઘટી જવું, વિચિત્ર પડછાયાઓ દેખાવવા અને અજાણ્યા અવાજો સાંભળવાનો અનુભવ કર્યો છે. અહીંના રહેવાસીઓ માને છે કે જીવન અને મૃત્યુ વચ્ચે માત્ર એક પાતળી રેખા છે જે અહીં આવીને ભૂંસાઈ જાય છે.
કસાદાગાના (Cassadaga) સ્મશાનમાં એક પ્રખ્યાત ‘ડેવિલ્સ ચેર’ આવેલી છે. એવી માન્યતા છે કે જો કોઈ મધ્યરાત્રિએ આ ખુરશી પર બેસે છે, તો તેને શેતાન સાથે વાત કરવાનો મોકો મળે છે. આ જગ્યાને લઈને અનેક ડરામણી વાતો પ્રચલિત છે, જેના કારણે રાત્રિના સમયે અહીં જવાની કોઈ હિંમત કરતું નથી.
આજે કસાદાગા (Cassadaga) માત્ર રહસ્ય નથી, પણ એક મોટું પ્રવાસન સ્થળ બની ગયું છે. જે લોકો જ્યોતિષ, ટેરોટ કાર્ડ રીડિંગ અને આધ્યાત્મિક શાંતિમાં માને છે, તેઓ અહીં મોટી સંખ્યામાં આવે છે. શહેરની શાંત ગલીઓ અને જૂના જમાનાના મકાનો એક અજીબ પણ શાંતિદાયક વાતાવરણ ઉભું કરે છે.
આ પણ વાંચો: રૂપિયા નહીં પ્લાસ્ટિક આપો અને પેટ ભરીને જમો! જાણો ભારતના આ અનોખા ગાર્બેજ કેફે વિશે
આ પણ વાંચો: બારમેરના દેરાસર ગામની અનોખી કહાની, જાણો કેમ અહીં પુરુષો માટે બીજા લગ્ન કરવા છે અનિવાર્ય
આ પણ વાંચો: શું તમે જાણો છે આ ભૂતિયા રસ્તાઓનું રહસ્ય? જાણો ભારતના સૌથી ડરામણા રસ્તાઓની કહાની


