Not Set/ મુંબઈ પોલીસે પણ બનાવ્યું ધડકનું મીમ: આપ્યો આ મેસેજ

મુંબઈ, જાહ્નવી કપૂરની ડેબ્યુ ફિલ્મ ધડકનું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. વર્ષ 2016માં આવેલી મરાઠી ફિલ્મ સૈરાટની અધિકારીક હિન્દી રીમેકમાં શ્રીદેવીની પુત્રી જાહ્નવી અને શાહિદ કપૂરના ભાઈ ઇશાન ખટ્ટર લીડ રોલમાં છે. ફિલ્મના ટ્રેલરની કેટલાક લોકોએ પ્રશંસા કરી હતી જયારે કેટલાક લોકોએ સૈરાટ સાથે તુલના કરતા નિંદા કરી હતી. Don’t underestimate the emotional quotient […]

Trending Entertainment

મુંબઈ,

જાહ્નવી કપૂરની ડેબ્યુ ફિલ્મ ધડકનું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. વર્ષ 2016માં આવેલી મરાઠી ફિલ્મ સૈરાટની અધિકારીક હિન્દી રીમેકમાં શ્રીદેવીની પુત્રી જાહ્નવી અને શાહિદ કપૂરના ભાઈ ઇશાન ખટ્ટર લીડ રોલમાં છે. ફિલ્મના ટ્રેલરની કેટલાક લોકોએ પ્રશંસા કરી હતી જયારે કેટલાક લોકોએ સૈરાટ સાથે તુલના કરતા નિંદા કરી હતી.

ધડક પર બનાવવામાં આવેલા બધા પ્રકારના મીમ્સ ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે. આમાં મુંબઈ પોલીસે પણ ફિલ્મના ટ્રેલરમાંથી એક સીન પર મીમ બનાવ્યો છે. આ મીમને સોશિયલ મિડિયા પર ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. આ મીમમાં મુંબઈ પોલીસે ટ્રેલરમાંથી એક ફોટો લીધો છે, જેમાં ઇશાન જહ્નાવીને જોઈ રહ્યા છે. જહ્નાવીની તસ્વીરને એડિટ કરીને એના પર સિગ્નલની લાઈટ લાગાવવામાં આવી છે. અને લખવામાં આવ્યું છે કે ક્યા નાટક કર રહ હૈ, મુજે દેખ કયું નહિ રહા.

તસ્વીર સાથે ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે ટ્રાફિક સિગ્નલોના ભાવનાત્મક પહેલુને નથી સમજતા!! અને ઈ-ચલણ પણ તમારા એમની સાથેના સંબંધથી ખુશ નથી. મુંબઈ પોલીસે આ મેસેજ સાથે હેશ ટેગ લખ્યું છે ટ્રાફિક સિગ્નલ મેટર્સ. જણાવી દઈએ કે ઇશાન અને જાહ્નવીની ફિલ્મ આવતા મહીને 20 તારીખે રિલીઝ થશે.