Eye Care: હોળી (Holi) એટલે રંગો અને આનંદનો ઉત્સવ, પરંતુ ઘણીવાર કેમિકલયુક્ત રંગો આપણી આંખો માટે જોખમી સાબિત થઈ શકે છે. હોળી રમતી વખતે જો થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો આંખોમાં બળતરા, લાલાશ કે ગંભીર ઈજા થઈ શકે છે. તમારી હોળી સુરક્ષિત અને યાદગાર રહે તે માટે આંખોની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ. અહીં કેટલીક એવી ટિપ્સ છે જે તમને હોળીના હાનિકારક રંગોથી બચાવશે.
આંખોની સુરક્ષા માટેની મહત્વની ટિપ્સ :
1.ચશ્માનો ઉપયોગ કરો :
હોળી રમતી વખતે સનગ્લાસ કે મોટા ચશ્મા પહેરવા એ સૌથી ઉત્તમ રસ્તો છે. આનાથી રંગો સીધા તમારી આંખોમાં જતા અટકશે અને પિચકારીના પાણીથી પણ બચાવ થશે. જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોવ, તો હોળી રમતી વખતે તેને કાઢી નાખવા હિતાવહ છે.
2.કુદરતી રંગોનો આગ્રહ રાખો :
કેમિકલયુક્ત પાકા રંગોમાં પારો, સીસુ અને કાચનો પાવડર હોઈ શકે છે જે આંખોને કાયમી નુકસાન કરી શકે છે. તેના બદલે ગુલાલ અથવા ફૂલોથી બનેલા કુદરતી રંગોનો જ ઉપયોગ કરો.
3.મોઇશ્ચરાઇઝર કે તેલ લગાવો:
ચહેરા અને આંખોની આસપાસ નાળિયેર તેલ કે સારું મોઇશ્ચરાઇઝર લગાવો. આનાથી ત્વચા પર એક સુરક્ષા કવચ બની જશે અને જો રંગ લાગશે તો પણ તે સરળતાથી સાફ થઈ જશે અને આંખોની અંદર જવાની શક્યતા ઘટી જશે.
4.આંખોને ઘસવાનું ટાળો :
જો હોળી (Holi)રમતી વખતે આંખમાં રંગ જાય, તો તેને ક્યારેય હાથથી ઘસવી નહીં. ઘસવાથી આંખના કોર્નિયા પર સ્ક્રેચ પડી શકે છે. તેના બદલે તરત જ ઠંડા અને સ્વચ્છ પાણીથી આંખો ધોઈ નાખવી.
5.પિચકારીથી સાવધાન: (Holi)
બીજા પર પિચકારી મારતી વખતે ધ્યાન રાખો કે પાણીની ધાર સીધી કોઈની આંખમાં ન વાગે. ખાસ કરીને બાળકોને આ બાબતે જાગૃત કરવા જોઈએ.
જો આંખમાં રંગ જાય તો શું કરવું?
સૌ પ્રથમ ગભરાયા વગર સ્વચ્છ પાણીની ધારથી આંખ સાફ કરો. જો બળતરા ચાલુ રહે અથવા દેખાવામાં તકલીફ જણાય, તો કોઈ પણ પ્રકારના આઈ-ડ્રોપ્સ જાતે નાખવાને બદલે તરત જ આંખના ડોક્ટર (Ophthalmologist) નો સંપર્ક કરવો.
સાવચેતી એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે. આ હોળી (Holi) પર તમારી આંખોની કાળજી લો અને સુરક્ષિત રીતે રંગોનો આનંદ માણો.
આ પણ વાંચો: બજાર જેવો જ ટેસ્ટી ‘મિક્સ ફ્રૂટ જામ’ હવે ઘરે બનાવો, કેમિકલ વગર મિનિટોમાં થશે તૈયાર
આ પણ વાંચો : સાવધાન: તમારા રસોડામાં જ છુપાયેલું છે કેન્સરનું જોખમ? આ 7 વસ્તુઓ ખાતા પહેલા સો વાર વિચારજો!
આ પણ વાંચો: મહિલાઓ ખાસ વાંચો : શું વાળ ખરે છે અને ચહેરો ફિક્કો પડી ગયો છે? જાણો લોહી વધારવાની રીત


