Valsad News/ યુદ્ધના લીધે ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા સાંસદ ધવલ પટેલ આગળ આવ્યા

ધવલ પટેલ (Dhaval Patel) અમેરિકા-ઇરાન યુદ્ધના કારણે મધ્યપૂર્વમાં ફસાયેલા ગુજરાતી સાંસદોની મદદે આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના જે લોકો ફસાયા છે તેના સંબંધીઓ મને તેમની વિગતો મોકલી આપે.

Gujarat Others Breaking News
Dhaval patel યુદ્ધમાં ફસાયેલા ગુજરાતીઓની પડખે

Valsad News: અમેરિકા-ઇઝરાયેલ વિ. ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધ (War)ના કારણે કેટલાય ગુજરાતી(Gujarati) મધ્યપૂર્વના દેશોમાં અટવાઈ ગયા છે. આ ગુજરાતીઓમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડના પણ કેટલાય લોકોનો સમાવેશ થાય છે. આના પગલે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. રાજ્ય સરકારે પણ તેમના સક્રિયતા દાખવીને ગુજરાતીઓની યાદી કેન્દ્ર સરકારને મોકલી આપી છે. રાજ્ય સરકાર અને તેના સાંસદોની સક્રિયતાના પગલે મધ્યપૂર્વમાં સપડાયેલા ગુજરાતીઓની યાદી બનાવી દેવાઈ છે. ગુજરાતના સાંસદ (MP) ધવલ પટેલ (Dhaval Patel) પણ ફસાયેલાઓને મદદ કરવા મેદાનમાં ઉતર્યા છે.

ફસાયેલાઓની યાદી આપવાનું કહેતા ધવલ પટેલ (Dhaval Patel)

તેમા દક્ષિણ ગુજરાત (South Gujarat)ના વલસાડ (Valsad) સાંસદ (MP) ધવલ પટેલે (Dhaval Patel) સક્રિયપણે ભાગ ભજવતા ડાંગ, નવસારી અને વલસાડ (Valsad)ના લોકોને જણાવ્યું છે કે આ જિલ્લાઓમાંથી મધ્યપૂર્વમાં ગયેલા કોઈપણને મદદની જરૂર હોય તો તેના કુટુંબીજનો તેમની વિગત આપે. તેમા પ્રવાસીનું નામ, હાલમાં જે દેશમાં અટવાયા હોય તેમનું નામ, ફ્લાઇટની વિગત, પાસપોર્ટ નંબર, કુલ પ્રવાસીઓની સંખ્યા, સ્થાનિક સ્તરે રહેતા સંબંધીનું નામ, સંબંધીનો મોબાઇલ નંબર અને રહેણાકનું સરનામુ પૂરુ પાડે. તેમણે તેમની ઓફિસનો હેલ્પલાઇન નંબર 8140347713 પણ જારી કર્યો હતો.

મધ્યપૂર્વમાં ફસાયેલાને મદદ કરવા દક્ષિણ ગુજરાતના સાંસદ પડખે

ઉલ્લેખનીય છે કે મધ્યપૂર્વના યુદ્ધના કારણે ઇન્ડિયન એરલાઇન્સ અને ઇન્ડિગોએ તેની બધી ફ્લાઇટ રદ કરી દેતા કેટલાય ગુજરાતીઓ દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગયા છે. કેટલાય લોકો પાસે રૂપિયા ખતમ થઈ ગયા છે અને હાથેપગે આવી ગયા છે.  તેમને કલ્પના પણ ન હતી કે આ રીતે અચાનક યુદ્ધ શરૂ થઈ જશે અને તેઓ ફસાઈ જશે. હવે તેઓએ મદદની ગુહાર લાગવી છે. આ બધાની વચ્ચે હવે ભારતીયોને કઈ રીતે કાઢવામાં આવે તેના પર બધાની નજર છે.


આ પણ વાંચો: NH-56 ના ખાનપુર-કરવડ સેક્શન માટે ₹647.20 કરોડ મંજૂર, કોંક્રિટ રોડનું થશે નિર્માણ

આ પણ વાંચો: “સ્વર્ગ મળશે…” વાળા નિવેદનથી ખળભળાટ! સાંસદ ધવલ પટેલે કોંગ્રેસની ખરાબ માનસિકતાનો કર્યો પર્દાફાશ

આ પણ વાંચો: વાંસદામાં 14 ફેબ્રુઆરીએ ભવ્ય આદિવાસી સંમેલન, સાંસદ ધવલ પટેલે જનતાને મોટી સંખ્યામાં હાજર રહેવા કરી અપીલ