@ઉમેશ પટેલ, વલસાડ,
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ ને નાથવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિવિધ ટીમો બનાવી શહેરી વિસ્તારોમાં સોશિયલ ડીસટન્સ અને માસ્ક ને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલ ની અધ્યક્ષતા માં આજે વલસાડ કોવિડ ફ્લાઈંગ સ્કોડ દ્વારા વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હોસ્પિટલો, શોરૂમો, કિલીનીકો અને બેંકોની અચાનક મુલાકાત લીધી હતી.
અચાનક જ ડેપ્યુટી કલેકટર અને ફ્લાઈંગ સ્કોડ દ્રારા હોસ્પિટલમાં મુલાકાત લેતા ફફડાટ વ્યાપી ગયો હતો. હોસ્પિટલમાંસોશિયલ ડીસટન્સનો અભાવ જોવા મળતા તાત્કાલિક બે જેટલી હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી હતી. અને દંડ પણ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ખાનગી બેંકોમાં પણ જ્યોતિબા ગોહિલ ની ટીમે સોશિયલ ડીસટન્સ લઈને રિયાલિટી ચેક કર્યું હતું.
ગ્રાહકોની સાથે સાથે બેંક અને તબીબો નો સ્ટાફ પણ માટી લઈને જો બેદરકાર જણાય તો તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ કલેકટર ની ટીમે જનતાને સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે કોરોના ને લઈને સરકાર તો પ્રયત્નશીલ છે પરંતુ આમ જનતા એ પણ સોશિયલ ડીસટન્સ અને માસ્ક નું ચોક્કસ ધ્યાન રાખવું પડશે. નહિતર કાયદેસરની કાર્યવાહી અને દંડાત્મક શિક્ષા પણ ભોગવવા તૈયાર રહેવું પડશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
