@કૌશિક છાયા, કચ્છ
તાજેતરમાં ૧-અબડાસા વિધાનસભા મતવિભાગની પેટા ચુંટણી-૨૦૨૦ના હરીફ ઉમેદવારોના ચુંટણી લક્ષી ખર્ચના હિસાબો રજુ કરવા બાબતે જાણકારી આપવા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી, કચ્છની કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એમ. બી. પ્રજાપતી, ચુંટણી અધિકારી ૧-અબડાસા વિધાનસભા મતવિભાગ અને પ્રાંત અધિકારી અબડાસા પ્રવિણસિંહ જૈતાવત, નોડલ અધિકારી ખર્ચ નિયંત્રણ વતી તેમના પ્રતિનિધિ કલ્પેશ પટેલ, ઉમેદવારો, ઉમેદવારોના ચુંટણી એજન્ટ, મદદનીશ ખર્ચ નિરિક્ષક, ચુંટણી ખર્ચ પર દેખરેખ અને મોનીટરીંગ માટે નિમણુંક કરવામાં આવેલ ટીમો પૈકી એકાઉંટીંગ ટીમના વડા હાજર રહયા હતા. જેમાં ઉમેદવારો, ઉમેદવારોના ચુંટણી એજન્ટોને ખર્ચના હિસાબો રજુ કરવા બાબતે માહિતગાર કરવામાં આવ્યા. ચુંટણી ખર્ચના હિસાબો સમયમર્યાદામાં રજુ ન કરવાથી ત્રણ વર્ષ માટે ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ગેરલાયક ઠરાવવામાં આવી શકે છે તે મુજબની જાણ તમામ ઉપસ્થિતોને કરવામાં આવી. ચુંટણી પંચ દ્વારા આપવામાં આવેલ સુધારેલ એનેક્ષર-ઈ(૨) ના ભાગ ૧ થી ૪ તથા અનુસુચી ૧ થી ૧૦ મુજબના પત્રકોમાં પુરેપુરી વિગતો સાથે હિસાબો રજુ કરવા સમજ આપવામાં આવી હતી.
આગામી તા.૦૭/૧૨/૨૦૨૦ના રોજ ભારતના ચુંટણીપંચ દ્વારા નિમણુંક આપવામાં આવેલ ખર્ચ નિરિક્ષકની હાજરીમાં ૧-અબડાસા વિધાનસભા મતવિભાગની પેટા ચુંટણી-૨૦૨૦ ના હરીફ ઉમેદવારોના ચુંટણી લક્ષી ખર્ચના હિસાબમેળની બેઠક કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવી છે. જેમાં તમામ ઉમેદવારોને તેઓએ કરેલ ચુંટણી ખર્ચના સાચા અને પુરેપુરા હિસાબો રજુ કરવા જણાવાયું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
