Gandhinagar News: રાજ્યમાં પ્રાથમિક શાળાઓના કુલ 782 શિક્ષકોએ ખોટા પ્રમાણપત્ર રજૂ કર્યા હોવાનો પર્દાફાશ થતા હડકંપ મચી ગયો છે. તેના પગલે હવે પ્રાથમિક શિક્ષણ નિયામકને તેની તપાસ કરવાના આદેશો છૂટ્યા છે. આગામી દિવસોમાં આના પગલે મોટી કાર્યવાહી થતી નજરે પડી શકે છે.
તંત્ર સમક્ષ આ રીતે ખોટા CCC સર્ટિફિકેટ રજૂ કરનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉચ્ચ પગાર, ઈજાફા અટકાવવા સુધીની કાર્યવાહી થશે. શિક્ષકો સામે ખાતાકીય તપાસ માટે સૂચના અપાઈ છે. નિવૃત્ત શિક્ષકોના કિસ્સામાં રીકવરી કરવા સૂચના અપાઈ છે. તમામ શિક્ષણાધિકારીને શિક્ષણ વિભાગનો પરિપત્ર પાઠવાયો છે.
આગામી દિવસોમાં શરૂ થનારી તપાસમાં આ દિશામાં કોઈ વધુ મોટો ફણગો ફૂટે તો પણ આશ્ચર્ય પામવા જેવું નથી. હવે કેટલા સ્થળોએ આ પ્રકારની કાર્યવાહી થશે તે અંગે કશું જણાવાયું નથી. આમ છતાં 782 શિક્ષકો સામે ખાતાકીય તપાસ તો શરૂ કરવામાં આવશે જ. જો કે તેમા સમય પણ લાગી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે ‘બેગલેસ ડે’, શિક્ષણ વિભાગનો નવો નિર્ણય, 5 જુલાઈથી થશે અમલ

