Jodhpur News:રાજસ્થાનના જોધપુરમાં ગુજરાતી પરિવારનો માર્ગ અકસ્માત ટીએચવીની ઘટના સામે આવી છે. આજે સવારે, વડોદરાનો એક પરિવાર ઓસિયન વિસ્તારમાં ખાબરા નજીક ભરતમાલા રોડ પર મુસાફરી કરી રહ્યો હતો એ દરમિયાન ગાઢ ધુમ્મસને કારણે આ અકસ્માત સર્જાયો છે. ઓછી વિજીબલિટી ને કારણે, ખૂબ જ ઝડપથી જતી આ કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. કારમાં એક જ પરિવારના છ સભ્યો હતા, અને તે બધાને ઇજાઓ પહોંચી છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ઓસિયન સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Road Accident
રાજસ્થાનના જોધપુર જિલ્લામાં ગાઢ ધુમ્મસને કારણે એક ગુજરાતી પરિવારને આ ભયાનક કાર અકસ્માત (Road Accident) નડ્યો છે. શુક્રવારે સવારે, ઓસિયન વિસ્તારમાં ખાબરા નજીક ભરતમાલા રોડ પર બે લેન વચ્ચેના ડિવાઇડર સાથે લાલ રંગની કાર અથડાઈ હતી. આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા ઓછી હતી અને કાર ખૂબ જ ઝડપે ચાલી રહી હતી. કાર ડિવાઇડર તોડીને થાંભલા સાથે અથડાઈ હતી.
આ પણ વાંચો:રાજસ્થાનમાં એક ભયાનક અકસ્માતમાં 6 ગુજરાતીઓના મોત, 14 ઘાયલ
આ પણ વાંચો:અલકનંદામાં બસ ખાાબકી! ગુજરાતની 1 દીકરીનું મોત, પરિવાર ગુમ
આ પણ વાંચો:ગુજરાતી મૂળનાં NRI પરિવારને અમેરિકામાં નડ્યો અકસ્માત, બે જુવાન દિકારનાં મોત
