નેપાળમાં આજે સવારે 7.24 વાગ્યે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી-NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળના નેશનલ સિસ્મોલોજિકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ધરતીકંપનું કેન્દ્ર કાઠમંડુથી લગભગ 55 કિમી (35 માઇલ) પશ્ચિમમાં ધાડિંગમાં જમીનની નીચે 14 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
આ પહેલા 16 ઓક્ટોબરે પણ નેપાળના ઘણા ભાગોમાં 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 3 ઓક્ટોબરે પણ નેપાળના ઘણા ભાગોમાં બપોરે 2.40 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ત્યારે પણ યુપી, બિહાર અને દિલ્હી-એનસીઆર સહિત ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં 17મીએ અડધા કલાકમાં બે ભૂકંપ આવ્યા હતા. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 6.2 હતી.
આ પણ વાંચો: Israel Hamas War/ હિઝબુલ્લાહની ઈઝરાયલને ખુલ્લી ધમકી, કહ્યું-‘…ભારે કિંમત ચૂકવવી પડશે’
આ પણ વાંચો: BAJRANGBALI/ ‘હનુમાનજી’ના સાચા ભક્તોએ આ ખાસ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન!
આ પણ વાંચો: નવરાત્રી 2023/ આઠમા દિવસ માઁ મહાગૌરીનું આ સ્વરૂપની અન્નપૂર્ણા આરાધના

