મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. સરકારી વકીલ શેખર જગતાપે જણાવ્યું કે કોર્ટમાં તેમની અરજીને મંજૂરી આપવામાં આવી છે. જગતાપે કહ્યું કે, મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને ભાગેડુ ગુનેગાર જાહેર કરવાની મુંબઈ પોલીસની અરજીને સ્વીકારી લીધી છે.
પોલીસ તેમને વોન્ટેડ આરોપી તરીકે નિયુક્ત કરી શકે છે અને તેને ફરાર જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. જગતાપે કહ્યું, “જો પરમબીર સિહ 30 દિવસની અંદર કાયદાની સામે નહીં આવે તો મુંબઈ પોલીસ તેમની મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરશે.
શનિવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘને ઉપનગરીય ગોરેગાંવના પોલીસ સ્ટેશનમાં તેમની અને અન્યો વિરુદ્ધ નોંધાયેલા રિકવરી કેસમાં ભાગેડુ આરોપી તરીકે જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. એક સરકારી વકીલે કહ્યું હતું કે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા છતાં સિંઘના ઠેકાણાની જાણ ન હોવાથી આ પગલું લેવામાં આવી રહ્યું છે અને આ પગલું તપાસ એજન્સીને તેમને શોધી કાઢવામાં મદદ કરશે.તેમણે કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચ આ કેસના અન્ય બે આરોપીઓ વિજય સિંહ અને રિયાઝ ભટ વિરુદ્ધ સમાન આદેશની માંગ કરી રહી છે. આ કેસ એક વ્યક્તિની ફરિયાદ પર આધારિત છે, જેણે દાવો કર્યો હતો કે આરોપીએ ગયા વર્ષના જાન્યુઆરીથી માર્ચ 2021 સુધીમાં તેની રેસ્ટોરન્ટમાં બે વાર દરોડા ન પાડવા બદલ રૂ. 9 લાખ લીધા હતા ,તેમને રૂ. 2.92 લાખની કિંમતના ફોન આપ્યા હતાં
