કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બુધવારે એક કલાકની અંદર સુરક્ષા દળોએ બે એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું કે સુરક્ષા દળોએ પોમ્બાઈ અને ગોપાલપુરા ગામમાં એન્કાઉન્ટરમાં આ આતંકીઓને ઠાર કર્યા છે. હાલમાં બંને જગ્યાએ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે.
Four militants killed In Pombai and Gopalpora villages of Kulgam district. At both these places, encounters are going on: IGP Kashmir Vijay Kumar pic.twitter.com/fGCobyETTq
— ANI (@ANI) November 17, 2021
પોલીસ અને સુરક્ષા દળોએ પુલવામામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરી છે. તેઓ આતંકવાદી હુમલા કરવાની તૈયારીમાં હતા અને તેમની ધરપકડ કરવામાં આવી , સુરક્ષા દળોએ એક મોટો ખતરો ટાળવાનું કામ કર્યું છે. ધરપકડ કરાયેલા બે આતંકવાદીઓની ઓળખ અમીર બશીર અને મુખ્તાર ભટ તરીકે થઈ છે. નાકા પર ચેકિંગ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી IED મળી આવ્યા છે. હાલ બંનેની તપાસ ચાલી રહી છે.
