Not Set/ રાજ્યમાં ઘટી એક્ટીવ કેસની સંખ્યા, આજે નોધાયા માત્ર આટલા જ નવા કેસ….

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  છેલ્લાં 24 કલાકમાં 3255 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 7,94,912 પહોંચ્યો છે. 

Top Stories Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યોછે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  છેલ્લાં 24 કલાકમાં 3255 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 7,94,912 પહોંચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 44 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  9676 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,22,741 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 62,506 છે.  અત્રે ઉલ્લર્ખ્નીય છે કે રાજ્યમાં આજે ન નવા કેસની સરખામણીએ ડીસ્ચાર્જ  સંખ્યા ત્રણ ગણી વધુ છે. તો સાથે   રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા પણ ઘટતી જઈ રહી છે.

અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 491 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 226 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 197 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 335 કેસ, જ્યારે ગ્રામ્યમાં 127 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 137 કેસ અને ગ્રામ્યમાં 78 કેસ નોંધાયા છે