સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ની ટીમે માનવ અધિકાર રક્ષા માટે કામ કરતા સંગઠન એમનેસ્ટી ઈન્ટરનેશનલના બેંગલુરૂ સ્થિત ઓફિસ પર રેડ પાડી હતી. એમનેસ્ટી ઈન્ટરનેશનલ ગ્રુપ પર નિયમોનું ઉલ્લંઘન કરી વિદેશી ફન્ડિંગ મેળવવાનો આરોપ છે. જોકે, એમનેસ્ટી ઇન્ડિયા કહ્યું છે કે, પાછલા વર્ષ દરમિયાન જ્યારે જ્યારે ઉભા થઈને ભારતમાં માનવાધિકારના ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવ્યો છે, ત્યારે ત્યારે દર વખતે પજવણીની આવી રીતો સામે આવી છે.
Amnesty India: Over the past year, a pattern of harassment has emerged every time Amnesty India stands up and speaks out against human rights violations in India. https://t.co/aEpuGkTwO3
— ANI (@ANI) November 15, 2019
આપને જણાવી દઈએ કે, પૂર્વે સપ્ટેમ્બરમાં EDએ એમનેસ્ટી ઈન્ટરનેશનલને કારદર્શી નોટીસ મોકલી હતી. એમનેસ્ટી ઈન્ટરનેશનલને આ નોટિસ વિદેશી ચલણના કાયદા હેઠળ કથિત રૂપે 51 કરોડ રૂપિયાથી વધુના વિદેશી ભંડોળ મેળવવા મામલે નોટિસ ફટકારવામાં આવી હતી. પૂર્વે પણ ગત નાણાંકીય વર્ષમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ વિદેશી ફંડ નિયમન કાનૂન(FCRA)ના કથિત ઉલ્લંધનના આરોપમાં એમનેસ્ટી ઈન્ટરનેશનલ સંગઠનની બેંગલુરૂ ઓફિસમાં રેડ પાડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
