Not Set/ મૃત્યુ પામનારા પ્રવાસી મજૂરોનો આંકડો જ નથી, તો વળતર કેવુ : કેન્દ્રિય શ્રમ મંત્રાલય

કેન્દ્રીય શ્રમ મંત્રાલયે સોમવારે લોકસભામાં કહ્યું છે કે, સરકાર પાસે પરપ્રાંતીય મૃત્યુનાં આંકડા અંગેનો ડેટા નથી, આ કિસ્સામાં વળતર આપવાનો સવાલ જ ઉભો થતો નથી. જણાવી દઇએ કે, સરકારને પૂછવામાં આવ્યું હતું કે, કોરોનાવાયરસ લોકડાઉનમાં પોતાના કુટુંબો સુધી પહોંચવાનો પ્રયાસ કરી જીવ ગુમાવનારા પરપ્રાંતિય મજૂરોનાં પરિવારોને શું વળતર આપવામાં આવ્યું છે? સરકારની પ્રતિક્રિયા અંગે વિપક્ષ […]

India

કેન્દ્રીય શ્રમ મંત્રાલયે સોમવારે લોકસભામાં કહ્યું છે કે, સરકાર પાસે પરપ્રાંતીય મૃત્યુનાં આંકડા અંગેનો ડેટા નથી, આ કિસ્સામાં વળતર આપવાનો સવાલ જ ઉભો થતો નથી. જણાવી દઇએ કે, સરકારને પૂછવામાં આવ્યું હતું કે, કોરોનાવાયરસ લોકડાઉનમાં પોતાના કુટુંબો સુધી પહોંચવાનો પ્રયાસ કરી જીવ ગુમાવનારા પરપ્રાંતિય મજૂરોનાં પરિવારોને શું વળતર આપવામાં આવ્યું છે?

સરકારની પ્રતિક્રિયા અંગે વિપક્ષ દ્વારા ઘણી ટીકાઓ અને હોબાળો મચાવવામાં આવ્યો હતો. શ્રમ મંત્રાલયે સ્વીકાર્યું છે કે, લોકડાઉન દરમિયાન 1 કરોડથી વધુ સ્થળાંતર મજૂરો દેશનાં ખૂણામાંથી તેમના ગૃહ રાજ્ય પહોંચ્યા છે. કોરોનાવાયરસ વચ્ચેનાં પ્રથમ સંસદીય સત્રમાં, મંત્રાલયને પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર પાસે પ્રવાસી મજૂરોનાં તેમના ગૃહ રાજ્યોમાં પાછા ફરવા અંગેનો કોઈ ડેટા છે. વિપક્ષે પણ આ પ્રશ્નમાં પૂછ્યું હતું કે, શું સરકારને ખબર છે કે આ સમયગાળા દરમિયાન ઘણા કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને શું સરકાર તેમના વિશે કોઈ વિગતો ધરાવે છે? વળી પ્રશ્ન એ હતો કે શું આવા પરિવારોને આર્થિક સહાય કે વળતર આપવામાં આવે છે? આ અંગે કેન્દ્રીય શ્રમ પ્રધાન સંતોષકુમાર ગંગવારે પોતાના લેખિત જવાબમાં કહ્યું હતું કે, આવી કોઈ માહિતી મેંટેઇન કરવામાં આવેલ નથી. આ કિસ્સામાં, કોઈ સવાલ ઉભો થતો નથી.

આ અંગે કોંગ્રેસનાં નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, આશ્ચર્યજનક વાત છે કે શ્રમ મંત્રાલય કહી રહ્યું છે કે તેની પાસે પરપ્રાંતિય મજૂરોનાં મોત અંગે કોઈ ડેટા નથી, તેથી વળતરનો પ્રશ્ન નથી. કેટલીકવાર મને લાગે છે કે કાં તો આપણે બધા આંધળા છીએ અથવા સરકારને લાગે છે કે તે બધાનો ફાયદો ઉઠાવી શકે છે. આપને જણાવી દઈએ કે, માર્ચમાં, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરી હતી, ત્યારબાદ લાખો સ્થળાંતરીત મજૂરોને બેઘર અને રોજગાર વિનાની સ્થતિમાં આવી ગયા હતા, ઘણાને તેઓના ઘરેથી કાઢી મુકાયા હતા, ત્યારબાદ તેઓ પોતાના મૂળ વતન જવા રવાના થયા હતા.

કેટલાક લોકો જે કોઇ વાહન મળ્યુ તેનાથી આવી રહ્યા હતા, અને કેટલાક પગપાળા ચાલ્યા ગયા હતા. આ મજૂરો ઘણા દિવસોથી ભૂખ્યા અને તરસ્યા પગપાળા ચાલ્યા હતા. ઘરે પહોંચતા પહેલા ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વિરોધ અને વિપક્ષની ટીકાઓ પછી, કેન્દ્રએ રાજ્યોને સરહદ સીલ કરવા જણાવ્યું હતું અને તે પછી કામદારો માટે મજૂર ટ્રેનો ચલાવવામાં આવી હતી. જો કે, મજૂર ટ્રેનોને લઇને એટલી બધી અરાજકતા હતી કે કામદારો પગપાળા અથવા માર્ગ દ્વારા મુસાફરી કરતા રહ્યા અને આ દરમિયાન માર્ગ અકસ્માતમાં ઘણા મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.