Budget 2025 News: નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સંસદમાં વર્તમાન નાણાકીય વર્ષનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. ઈકોનોમિક સર્વેને દેશની આર્થિક સ્થિતિનો હિસાબ કહેવામાં આવે છે. સર્વે અનુસાર, નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.3 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહી શકે છે. આ અંદાજ સૂચવે છે કે આવતા વર્ષે પણ આર્થિક પ્રવૃત્તિ ધીમી રહેશે. મોંઘવારી નિયંત્રણમાં રહેશે તેવી આશા સર્વેમાં વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે વપરાશ સ્થિર રહી શકે છે. આર્થિક સર્વે 2024-25 છ મહિનાના ટૂંકા ગાળા પછી આવે છે. છેલ્લો આર્થિક સર્વે જુલાઈ 2024માં સામાન્ય ચૂંટણીઓ બાદ બહાર પાડવામાં આવ્યો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 22 જુલાઈ 2024ના રોજ સંસદમાં રજૂ કર્યું હતું.
4 વર્ષમાં સૌથી ધીમો વિકાસ દર
નબળા ઉત્પાદન ક્ષેત્ર અને ધીમા કોર્પોરેટ રોકાણને કારણે નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો વિકાસ દર ઘટીને 6.4% થવાનો અંદાજ છે, જે ચાર વર્ષમાં સૌથી ધીમી વૃદ્ધિ છે અને નાણાકીય વર્ષ 2023-24માં નોંધાયેલી વૃદ્ધિ કરતાં વધુ ઝડપી છે . નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભારતનો જીડીપી વૃદ્ધિ દર 8.2 ટકા હતો. ભારતીય અર્થતંત્ર 2022-23માં 7.2 ટકા અને 2021-22માં 8.7 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું.
આ પણ વાંચો:સંસદનું બજેટ સત્ર આજથી શરૂ, 4 નવા બિલ સાથે 16 બિલ રજૂ થઈ શકે છે
આ પણ વાંચો:31 જાન્યુઆરીથી થશે બજેટ સત્રની શરૂઆત,રાષ્ટ્રપતિ મુર્મુ સંસદના બંને ગૃહોને સંબોધશે
