Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સેંગપુર ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગાંધીનગરના IFS અધિકારી (IFS Officer Statement) ડો. ગંગાચરણ સિંહ (Dr Gangacharan Singh)ના નિવેદન બાદ સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (રિસર્ચ ડિવિઝન) તરીકે ફરજ બજાવતા અધિકારીએ દારૂના વ્યસન અને કુપોષણ જેવા મુદ્દાઓને લઈને ચોંકાવનારી ટિપ્પણી કરી હતી.
પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોને સંબોધતા ડો. ગંગાચરણ સિંહે જણાવ્યું કે જિલ્લાના કેટલાક આદિવાસી અને સરહદી વિસ્તારોમાં લોકો સવારે ચા પીવાને બદલે દારૂનું સેવન કરે છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો નાસ્તો કર્યા વગર જ દારૂ પીવે છે, જેના કારણે પરિવારો અને ખાસ કરીને બાળકોના આરોગ્ય પર ગંભીર અસર પડે છે.
IFS Officer Statement:દારૂબંધી વચ્ચે અધિકારીનો દાવો
અધિકારી (IFS Officer Statement)એ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી. સાથે જ તેમણે વ્યસનગ્રસ્ત વાલીઓ અંગે કડક શબ્દોમાં ટિપ્પણી કરતા જણાવ્યું કે જે વ્યક્તિ પરિવારની જવાબદારી નિભાવવાને બદલે દારૂના વ્યસનમાં ડૂબેલી હોય, તે બાળકો માટે આદર્શ બની શકતી નથી. તેમના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
કાર્યક્રમ દરમિયાન અધિકારી (IFS Officer Statement)એ કુપોષણના મુદ્દા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કેટલાક કુપોષિત બાળકોનો ઉલ્લેખ કરીને વાલીઓને બાળકોના પોષણ અને આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી હતી. સારો અને પૌષ્ટિક ખોરાક બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
આ નિવેદનને કારણે દારૂબંધીના અમલ અંગે પણ ચર્ચા તેજ બની છે. ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં કેટલાક વિસ્તારોમાં દારૂના વ્યસનની સમસ્યા હજુ યથાવત હોવાનું અધિકારીના નિવેદનથી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
સામાજિક કાર્યકરોનું માનવું છે કે કુપોષણ, વ્યસન અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર સમાજ અને તંત્ર બંનેએ ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. બીજી તરફ, અધિકારીના નિવેદનને કેટલાક લોકોએ વાસ્તવિક સમસ્યાઓ તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
હાલ આ સમગ્ર મામલો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને પ્રવેશોત્સવમાં કરાયેલા આ નિવેદનની ચર્ચા સોશિયલ મીડિયા સહિત વિવિધ સ્તરે થઈ રહી છે.
આ પણ વાંચો:‘દવા કે દારુ’ સિવિલમાં દારુ પરમિટ માટે 3 વર્ષમાં 9 હજાર લોકોની અરજી
આ પણ વાંચો:સુરતમાં દારુબંધીના ધજાગરા : નબીરાઓએ ધુળેટી પર જાહેરમાં દારૂની પાર્ટી કરી
આ પણ વાંચો:શું દારુ પીધા પછી વ્યક્તિ ખરેખર દિલની વાત કહે છે કે પછી…..
