Bhavnagar News/ ભાવનગર જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને અનુલક્ષી કૃષિ મંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા કરવામાં આવી

Gujarat Others

Bhavnagar News : ગુજરાત રાજયના છેલ્લા ૨૪ કલાકમાં થયેલા કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને વ્યાપક નુકશાન પહોચ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

જેને અનુલક્ષી આજે ભાવનગર ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકશાન અંગેની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા ઉપસ્થિત રહ્યાં હતા.

આ બેઠકમાં કૃષિ મંત્રીએ જિલ્લામાં થયેલા નુકશાન, કાપણી કર્યા બાદ ખેતરમા સૂકાવેલ પાક, તંત્ર દ્વારા સેટેલાઇટના આધારે અને ત્યારબાદ સ્થળ ઉપર જઇ કરવામાં આવેલ સર્વે અંગે તથા નુકશાની અંગે સંકલિત રિપોર્ટ તૈયાર કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીઓએ કોઇ અસરગ્રસ્ત ખેડૂત સહાયમાંથી વંચિત ન રહે તથા સર્વેનો રિપોર્ટ યોગ્ય રીતે તૈયાર થાય તેની તકેદારી રાખવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે આ કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન કર્યું છે, આવા સમયે સરકાર અને વહીવટી તંત્ર ખેડૂતોની પડખે જ છે એમ લાગણીભર્યો ઉદગાર વ્યક્ત કર્યો હતો.બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે કમોસમી વરસાદમાં થયેલા નુકશાન, રોડ રસ્તાની સ્થિતિ,પી.જી.વી.સી.એલ.ની કામગીરી સહિતની બાબતો અંગે મંત્રીશ્રીઓને અવગત કર્યા હતા.

મંત્રી જીતુભાઈ વાઘાણી તથા જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા ભાવનગર જિલ્લાના સિહોર, પાલીતાણા તથા તળાજાના ખાતે બેઠક યોજવામાં આવી હતી તેમજ ગામડામાં ખેડૂતોના ખેતરોમાં જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ બેઠકમાં મેયર  ભરતભાઈ બારડ, ધારાસભ્ય  ગૌતમભાઈ ચૌહાણ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  રાજુભાઈ રાબડીયા, મ્યુનિસિપલ કમિશ્નર ડૉ. એન.કે. મીના, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર  ધવલ પંડ્યા, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો:અંબાલાલ ફરીથી ત્રાટક્યા, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદ ગુજરાતને ભીંજવશે

આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદની કરાઇ આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ