Not Set/ જુઓ,આજની હેડલાઈન

12:00pm વડાપ્રધાન મોદીની મન કી બાતમાં પીએ મોદીએ જણાવ્યું કે નારી શક્તિ આપણી પ્રેરણારૂપ છે. પ્રાચીન કાળથી ભારતમાં મહિલાઓનું યોગદાન રહ્યું છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ અગ્રેસર છે. આપણા સ્કંદપુરાણ વેદમાં એક પુત્ર 10 પુત્રો સમાન નારીના મહત્વને દર્શાવે છે. વધુમાં ઉમેર્યું હતું કે કલ્પના ચાવલા લાખો યુવાઓ માટે પ્રેરણારૂપ છે. —————————————————————————————————–અરવલ્લી: સિનિયર સીટીઝન મેરોથોન દોડ […]

Gujarat

12:00pm

વડાપ્રધાન મોદીની મન કી બાતમાં પીએ મોદીએ જણાવ્યું કે નારી શક્તિ આપણી પ્રેરણારૂપ છે. પ્રાચીન કાળથી ભારતમાં મહિલાઓનું યોગદાન રહ્યું છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ અગ્રેસર છે. આપણા સ્કંદપુરાણ વેદમાં એક પુત્ર 10 પુત્રો સમાન નારીના મહત્વને દર્શાવે છે. વધુમાં ઉમેર્યું હતું કે કલ્પના ચાવલા લાખો યુવાઓ માટે પ્રેરણારૂપ છે.

—————————————————————————————————–અરવલ્લી: સિનિયર સીટીઝન મેરોથોન દોડ યોજાઈ છે. જેમાં મહિલાઓ સહિત સિનિયર સિટીજનોએ ભાગ લીધો છે. આ મેરોથોન દોડ મોડાસા ચાર રસ્તાથી 5 કિમિની સુધીની છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રસ્થાન કરાવ્યું છે.

—————————————————————————————————–અમદાવાદ: માંડલ ગામમાં મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવતા મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદ કરતા હથિયારો વડે હિચકારો હુમલો કરવામાં આવ્યું હતો. ત્યાર બાદ ઈકો કાર નીચે ચગદી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે માંડલ પોલીસે સાત શખ્સો સામે  ગુનો નોંધી  તપાસ હાથ ધરી છે.

—————————————————————————————————–આજે છે. પોલિયો રવિવાર. તેવામાં સીએમ વિજયભાઈ  રૂપાણી ભુલકાઓને રસીના ટીપાં પીવડાવશે.મંત્રી મંડળ નિવાસ સંકુલમાં પોલીયો રવિવાર માટેનું આયોજન કરાયું છે. 5 વર્ષ સુધીના બાળકોને આ અભિયાનમાં આવરી લેવામાં આવશે.84 લાખ જેટલા બાળકો રસીકરણ અભિયાનમાં જોડાશે.1.58 લાખ કર્મચારીઓ આ અભિયાનમાં ભાગ લેશે.

—————————————————————————————————–જમ્મુ કાશ્મીરઃ પુંછમાં મોડી રાતે પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે.પાકિસ્તાને BSF ચોકીના સ્થાનિક રહેણાક વિસ્તારો પર ફાયરિંગ કર્યુ હતું.

—————————————————————————————————–બ્રાઝિલ: બ્રાઝિલના નાઇટ ક્લબમાં મોડી રાતે ક્લબમાં ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં 14 લોકો મોતને ભેટ્યા છે..

—————————————————————————————————–