Not Set/ પેરિસ પર  મંડરાઈ રહ્યો છે ભય જાણો કેમ…

અત્યંત તીવ્ર ઠંડી  અને આ જાન્યુઆરીમાં સૂર્યપ્રકાશની તીવ્ર અછતની સમસ્યાથી ઝઝૂમી રહેલા પેરિસ પર હવે પૂરનો ભય મંડરાઈ રહ્યો છે. પેરિસમાંથી વહેતી નદી સેઇનના જળ સ્તરમાં સતત ભયજનક વધારો થઈ રહ્યો છે.જેને કારણે નદીના બન્ને કિનારે રહેલાં ઘર અને ઓફિસને  હાઇ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ભારે વરસાદ બાદ નદીના વધેલા જળ […]

World

અત્યંત તીવ્ર ઠંડી  અને આ જાન્યુઆરીમાં સૂર્યપ્રકાશની તીવ્ર અછતની સમસ્યાથી ઝઝૂમી રહેલા પેરિસ પર હવે પૂરનો ભય મંડરાઈ રહ્યો છે.

પેરિસમાંથી વહેતી નદી સેઇનના જળ સ્તરમાં સતત ભયજનક વધારો થઈ રહ્યો છે.જેને કારણે નદીના બન્ને કિનારે રહેલાં ઘર અને ઓફિસને  હાઇ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ભારે વરસાદ બાદ નદીના વધેલા જળ સ્તરને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે.

નદીકાંઠાની આસપાસનાં માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. પેરિસની જાણીતી ટુરિસ્ટ બોટ ક્રૂઝ સહિતનો બોટ ટ્રાફિક પણ ખોરવાઈ ગયો છે.

સામાન્ય રીતે આ નદીનું જળ સ્તર બે મીટર જેટલું રહે છે, પરંતુ તેમાં ચાર મીટર જેટલો વધારો થઈને તેનું વહેણ છ મીટર (19 ફૂટ, 6 ઇંચ)ની ઊંચાઈએ પહોંચે તેવી શક્યતા છે.

નદીકાંઠાની આસપાસનાં માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. પેરિસની જાણીતી ટુરિસ્ટ બોટ ક્રૂઝ સહિતનો બોટ ટ્રાફિક પણ ખોરવાઈ ગયો છે.

સામાન્ય રીતે આ નદીનું જળ સ્તર બે મીટર જેટલું રહે છે, પરંતુ તેમાં ચાર મીટર જેટલો વધારો થઈને તેનું વહેણ છ મીટર (19 ફૂટ, 6 ઇંચ)ની ઊંચાઈએ પહોંચે તેવી શક્યતા છે.

આલ્મા બ્રિજ પાસે આવેલું ઝૂએવ તરીકે ઓળખતું ક્રિમિયન સૈનિકનું સ્ટેચ્યુ લાંબા સમયથી નદીમાં પાણીના સ્તરનું પ્રમાણ જાણવાની એક નિશાની તરીકે ઉપયોગમાં લેવાય છે.

ઝૌવેની પ્રતિમા

શુક્રવારે પાણી આ પૂતળાની જાંઘ સુધી પહોંચ્યું હતું. જોકે, 1910માં આવેલા પૂરમાં પાણીનું સ્તર પૂતળાની ડોક સુધી પહોંચ્યું હતું. એ સમયે પેરિસમાં બે મહિના સુધી પાણી ભરાયેલું રહ્યું હતું.

પેરિસ શહેરની ટ્રેન સેવા આગામી સપ્તાહ સુધી સ્થગિત કરી દેવાઈ છે.

ખૂબ જાણીતા લુવ્ર મ્યુઝિયમમાં નીચેના ભાગમાં રહેલા ઇસ્લામિક આર્ટ્સ વિભાગને પણ બંધ કરી દેવાયો છે.

પેરિસ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને રસ્તાને બદલે બોટ્સમાં ફરવું પડી રહ્યું છે.

લોકો

સુત્રોના જણાવ્યા પ્રમાણે  ભારે પાણીના કારણે ભૂગર્ભ ગટરોમાં છૂપાઈને રહેતા ઉંદરો બહાર નીકળીને ઉપદ્રવ ફેલાવી રહ્યા છે આથી શહેરમાં ઠેર ઠેર ઉંદરોનું પ્રમાણ વધી ગયું છે.

ફ્રાન્સની રાષ્ટ્રીય હવામાન સેવાના જણાવ્યા અનુસાર, છેલ્લાં ડિસેમ્બર-જાન્યુઆરીના સમયમાં ઇતિહાસમાં આટલો બધો વરસાદ માત્ર ત્રીજી વખત જ પડ્યો છે.