Gandhinagar News/ ગાંધીનગરમાં લંડન જવાની લાલચ ભારે પડી! ₹24.25 લાખ ગુમાવ્યા બાદ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

ગાંધીનગરમાં લંડનની વર્ક પરમિટના નામે ₹24.25 લાખની છેતરપિંડી (Gandhinagar Visa Fraud)નો આક્ષેપ સામે આવ્યો છે. સેક્ટર-24ના યુવકે વિઝા ન મળતાં અને રકમ પરત ન મળતાં આર્થિક મુશ્કેલીમાં ફસાયા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી છે. હાલ યુવક સારવાર હેઠળ છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gandhinagar Visa Fraud: ₹24 લાખ ગુમાવ્યા બાદ યુવકે ભર્યું અંતિમ પગલું, સુસાઈડ નોટથી ચકચાર

Gandhinagar News: વિદેશ જવાની ઇચ્છા ધરાવતા યુવક સાથે કથિત વિઝા છેતરપિંડી (Gandhinagar Visa Fraud)નો મામલો સામે આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર-24ના હરસિદ્ધનગરમાં રહેતા અને સલૂન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રાહુલ બાબુભાઈ નાયી પાસેથી લંડનની વર્ક પરમિટ (Gandhinagar Visa Fraud)  અપાવવાના નામે લાખો રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. લાંબા સમય બાદ પણ વિઝા ન મળતાં અને રકમ પરત ન મળતાં યુવક આર્થિક મુશ્કેલીમાં ફસાયો હોવાનો પરિવારનો આક્ષેપ છે.

આ મામલે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તેની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલે સેક્ટર-21 પોલીસે તપાસ શરૂ કરી છે.

લંડનની વર્ક પરમિટ (Gandhinagar Visa Fraud)ના નામે લાખો રૂપિયા ચૂકવ્યા

મળતી માહિતી મુજબ, રાહુલ નાયીનો આશરે અઢીથી ત્રણ વર્ષ પહેલાં વિઝા સંબંધિત કામ કરતા મેહુલ રાજેશભાઈ સોની સાથે સંપર્ક થયો હતો. મેહુલે રાહુલને લંડનની વર્ક પરમિટ (Gandhinagar Visa Fraud)  અપાવી વિદેશ મોકલવાની ખાતરી આપી હોવાનો આક્ષેપ છે.વિદેશ જવાની આશામાં રાહુલે અલગ-અલગ રીતે રકમ એકત્ર કરી હતી. પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેણે હાથ ઉછીના લીધા તેમજ ઘર ગિરવે મૂકીને કુલ આશરે ₹24.25 લાખ ચૂકવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

લાંબો સમય વીત્યો છતાં વિઝા ન મળ્યા

રાહુલને આશા હતી કે વર્ક પરમિટ (Gandhinagar Visa Fraud) મળ્યા બાદ તે લંડન જઈને નોકરી કરી શકશે. જોકે, લાંબો સમય પસાર થયા બાદ પણ વિઝા કે વર્ક પરમિટ મળ્યા ન હોવાનું જણાવાયું છે.બીજી તરફ, પૈસા પરત મેળવવા માટે રાહુલ દ્વારા વિઝા એજન્ટનો સંપર્ક કરવામાં આવતો હતો. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, એજન્ટ તરફથી રકમનો એક ભાગ પરત કરવામાં આવ્યો હતો, પરંતુ બાકીની રકમ પરત ન મળતાં રાહુલ આર્થિક મુશ્કેલીમાં ફસાતો ગયો.

લોનના હપ્તા અને વ્યાજનું વધતું ભારણ

રાહુલે વિદેશ જવાની આશામાં લીધેલી રકમ માટે લોન લીધી હોવાનું પણ સામે આવ્યું છે. વિઝા (Gandhinagar Visa Fraud)  ન મળતા પણ લોનના હપ્તા ભરવાની જવાબદારી યથાવત રહી હતી. બાકીની રકમ પરત ન મળતાં દેવું અને વ્યાજનું ભારણ વધતું ગયું હોવાનો પરિવારનો આક્ષેપ છે. આર્થિક સંકટથી કંટાળીને રાહુલે 8 ઓગસ્ટે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવાયું છે.હાલ તેની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સુસાઇડ નોટમાં ત્રણ લોકોના નામનો ઉલ્લેખ

આપઘાતના પ્રયાસ પહેલાં રાહુલે એક સુસાઇડ નોટ (Suicide Note) લખી હોવાનું પરિવારજનોને મળી આવ્યું છે. આ નોટમાં તેણે પોતાની આર્થિક પરિસ્થિતિ અને વિદેશ મોકલવાના નામે પૈસા લેવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું જણાવાયું છે.

નોટમાં મેહુલ રાજેશભાઈ સોની ઉપરાંત જીનલ પંચાલ અને નિધી સોનીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો પરિવારનો દાવો છે. રાહુલે પોતાની પાસેથી ₹24.25 લાખ લેવામાં આવ્યા અને ત્યારબાદ રકમ પરત ન મળતા લોન તથા વ્યાજનું ભારણ વધ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું સામે આવ્યું છે.સુસાઇડ નોટમાં જણાવાયેલી બાબતોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થવાની બાકી છે.

પોલીસે તપાસ શરૂ કરી

સમગ્ર મામલો સામે આવ્યા બાદ સેક્ટર-21 પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે યુવકની સ્થિતિ, પરિવારજનોના નિવેદન, સુસાઇડ નોટમાં કરવામાં આવેલા આક્ષેપો તથા પૈસાની લેવડદેવડ સંબંધિત દસ્તાવેજોની તપાસ હાથ ધરી છે.વિઝા એજન્ટ અને અન્ય નામજોગ વ્યક્તિઓ સામે કરવામાં આવેલા આક્ષેપોની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલાની હકીકત વધુ સ્પષ્ટ થશે.

બે નાના બાળકો અને પત્ની સાથે રહેતો હતો રાહુલ

રાહુલ પોતાના પરિવારનું ગુજરાન સલૂન ચલાવીને કરતો હતો. પરિવારમાં પત્ની અને બે નાના સંતાનો હોવાનું જણાવાયું છે. વિદેશમાં નોકરી મેળવવાની આશાએ કરેલા આર્થિક વ્યવહાર બાદ પરિવાર દેવાના ભારણમાં આવી ગયો હોવાનો દાવો છે.હાલ યુવક સારવાર હેઠળ છે અને પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:ગાંધીનગર: કોસ્ટ ગાર્ડ ઓફિસમાં જવાનનો આપઘાતનો પ્રયાસ, સરકારી રાઇફલથી ગળા પર ફાયરિંગ કર્યું

આ પણ વાંચો:ગાંધીનગરમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત

આ પણ વાંચો:ગાંધીનગરની ચૌધરી કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત, 19 વર્ષની ઉંમરે જિંદગીનો કરુણ અંત!