#Gandhinagarnews/ ગાંધીનગર: કોસ્ટ ગાર્ડ ઓફિસમાં જવાનનો આપઘાતનો પ્રયાસ, સરકારી રાઇફલથી ગળા પર ફાયરિંગ કર્યું

Gadhinagar News/  ગાંધીનગરના સેક્ટર-1 વિસ્તારમાં આવેલી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિસના પરિસરમાં રવિવારની સવારે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત એક જવાને અગમ્ય કારણોસર પોતાની જ રાઇફલ વડે ગળાના ભાગે ગોળી મારીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. સવારના શાંત વાતાવરણમાં અચાનક થયેલા ગોળીબારના અવાજથી સમગ્ર કેમ્પસ ધ્રુજી ઊઠ્યું હતું અને આસપાસના સુરક્ષાકર્મીઓ […]

Gujrat Gandhinagar Breaking News
GANDHINAGAR

Gadhinagar News/  ગાંધીનગરના સેક્ટર-1 વિસ્તારમાં આવેલી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિસના પરિસરમાં રવિવારની સવારે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત એક જવાને અગમ્ય કારણોસર પોતાની જ રાઇફલ વડે ગળાના ભાગે ગોળી મારીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો.

સવારના શાંત વાતાવરણમાં અચાનક થયેલા ગોળીબારના અવાજથી સમગ્ર કેમ્પસ ધ્રુજી ઊઠ્યું હતું અને આસપાસના સુરક્ષાકર્મીઓ તેમજ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીથી લથપથ હાલતમાં જવાનને જોઈને સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. સમય ગુમાવ્યા વિના તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાલમાં તેઓ આઈસીયુ (ICU) માં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાી રહ્યા છે.

કોસ્ટ ગાર્ડ ગાંધીનગરના લેકાવાડા ગામના વતની છે

મળતી વિગતો અનુસાર, આત્મઘાતી પગલું ભરનારા કોસ્ટ ગાર્ડ જવાનની ઓળખ 43 વર્ષીય હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે. તેઓ ગાંધીનગર નજીક આવેલા લેકાવાડા ગામના વતની છે. રવિવારે સવારે તેઓ સેક્ટર-1 ગાયત્રી મંદિર પાસે આવેલી કોસ્ટ ગાર્ડની ઓફિસમાં પોતાની નિયમિત ફરજ પર હાજર હતા, તે દરમિયાન જ આ ઘટના બની હતી.

સંવેદનશીલ સરકારી કચેરીમાં ફાયરિંગથી પોલીસ તંત્ર દોડતું થયું

કોસ્ટ ગાર્ડ જેવી હાઈ-સિક્યોરિટી અને સંવેદનશીલ સરકારી ઓફિસમાં જવાન દ્વારા રાઇફલથી આપઘાતના પ્રયાસના સમાચાર વાયુવેગે પ્રસરતા પોલીસ વિભાગમાં ચિંતા અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ સાથે જ વૈજ્ઞાનિક તપાસ માટે એફએસએલ (FSL) ની ટીમને પણ આવી છે. એફએસએલની ટીમે ઘટનાસ્થળની આસપાસથી જરૂરી પુરાવા અને સેમ્પલ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પોલીસ ઇન્સ્પેક્ટર (PI) નું નિવેદન

આ મામલે સેક્ટર 7 ના પીઆઈએ જણાવ્યું હતું કે, આપઘાતનો પ્રયાસ કરનાર જવાન હસમુખ પ્રજાપતિની સ્થિતિ હાલ અત્યંત નાજુક છે. તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ છે.

આત્મઘાતી પગલાં પાછળનું કારણ શોધવા પોલીસ તપાસ તેજ

આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. જવાને કયા કારણોસર આટલું મોટું અને આત્મઘાતી પગલું ભરવું પડ્યું, તેની સાચી વિગતો મેળવવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે તાત્કાલિક જવાન હસમુખભાઈના પરિવારને આ દુઃખદ ઘટનાની જાણ કરી દીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!

આ પણ વાંચો: અમદાવાદઃ આશિષ ભાટિયા DGની પ્રેસ કોન્ફરન્સ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSનું ઓપરેશન કર્યું

આ પણ વાંચો: 32 વર્ષ સેવા આપનાર હીરા કંપનીના મેનેજરનો આપઘાત, કંપનીના MD સામે માનસિક ત્રાસનો ગુનો નોંધાયો