Rajkot News/ Live: રાજકોટ શહેરમાં શ્રદ્ધાંજલિનાં પોસ્ટર લાગ્યા, રેસકોર્સ ખાતે થશે અંતિમ દર્શન

સ્વ. વિજય રૂપાણીના પાર્થિવ શરીરને રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવશે. રાજકોટમાં અંતિમ સંસ્કાર બાદ, સૌરાષ્ટ્રભરના પ્રખ્યાત અને અજાણ્યા લોકો નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટી ખાતે તેમના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ આપવા માટે આવશે.

Top Stories Gujarat Rajkot Breaking News

Gandhinagar News: સ્વ.પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)નું પ્લેન ક્રેશ થતાં મોત નિપજ્યું છે. બે દિવસથી તેમનો DNA મેચ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમના પત્ની અંજલિ રૂપાણી લંડનથી ગઈકાલે સવારે અમદાવાદ પરત ફર્યા હતા. આજે વહેલી સવારે તેમનો પુત્ર રૂષભ રૂપાણી (Rushabh Rupani) પરિવાર સાથે અમેરિકાથી ગાંધીનગર આવ્યો છે. DNA મેચ થતાં વિજય રૂપાણીનો મૃતદેહ પરિવારને સોંપાશે. આજે રાજકોટ ખાતે તેમની અંતિમક્રિયા કરવામાં આવશે તેવી માહિતી મળી છે.

Live: પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનાં અંતિમ દર્શન કાર્યક્રમનું આયોજન રાજકોટ રેસકોર્સ ખાતે કરવામાં આવશે. સવારથી ભાજપનાં નેતા, કાર્યકરો તેમના પરિવારને સાંત્વના પાઠવવા તેમના નિવાસસ્થાન ગાંધીનગર અને રાજકોટ ખાતે આવી રહ્યાં હોવાની જાણકારી મળી છે. હાલ ખુરશીઓ અને જર્મન ડોમ ઊભો કરી કવિ રમેશ પારેખ રંગમંચમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવશે.

ભાવનગર યુનિ.નાં કુલપતિ ભરત રામાનુજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અકાળ અવસાનથી શોક વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે રૂપાણી RSS વિચારધારાથી ઘડાયા હતા. તેમની ગુજરાતના મુખ્યમંત્રી બનવા સુધીની સફર ઉદાહરણરૂપ છે. શાંત અને સૌમ્ય સ્વભાવનાં વિજય રૂપાણીનાં આકસ્મિક નિધનથી સમાજ અને રાજકારણમાં કદી પૂરાય નહીં તેવી ખોટ પડી છે. કોલેજનાં વિદ્યાર્થીઓએ પણ પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપી છે.

રાજકોટમાં પૂર્વ CM વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. શહેરના અનેક માર્ગો પર શ્રદ્ધાંજલિ પાઠવતા બેનર લાગ્યા છે, કિસાનપરા ચોક સહિતના વિસ્તારોમાં બેનરો લગાવાયા છે. શહેરના રાજમાર્ગો પર પણ શ્રદ્ધાંજલિ બેનરો લાગ્યા છે.

વિજય રૂપાણીનાં પરિવારને સાંત્વના આપવા પુરૂષોત્તમ રૂપાલા ગાંધીનગર પહોંચ્યા છે. ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર પહોંચ્યા છે. તેમજ રૂપાણીના સગા-સંબંધીઓ રૂપાણીનાં ગાંધીનગર નિવાસસ્થાને પહોંચી રહ્યાં છે.

Vijay Rupani's funeral will be held in Rajkot. | વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે: આજે રાજકોટના વેપારીઓ અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખશે, PM-CM સહિતના નેતાઓએ ...

સ્વ. વિજય રૂપાણીના પાર્થિવ શરીરને રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવશે. રાજકોટમાં અંતિમ સંસ્કાર બાદ, સૌરાષ્ટ્રભરના પ્રખ્યાત અને અજાણ્યા લોકો નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટી ખાતે તેમના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ આપવા માટે આવશે. અંતિમ સંસ્કાર માટે વિજય રૂપાણીના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે. પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:DNA ટેસ્ટની પ્રક્રિયા કેવી રીતે થાય છે જાણો

આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું, જાણો તપાસમાં તે કેવી રીતે મદદરૂપ થાય છે

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશઃ DGCAની કામગીરીને લઈ ઊભો થયો સવાલ